Connect Gujarat
વાનગીઓ 

હાંજા ગગડાવતી ઠંડીમાં ઠુઠવાઇ રહયાં છો, તો ઘરે જ બનાવો ફાયદાકારક ગુંદરપાક

હાંજા ગગડાવતી ઠંડીમાં ઠુઠવાઇ રહયાં છો, તો ઘરે જ બનાવો ફાયદાકારક ગુંદરપાક
X

ઉત્તર ભારતમાં હાંજા ગગડાવતી ઠંડી પડી રહી છે ત્યારે ગુજરાત પણ ઠંડુગાર બની ગયું છે. શિયાળાને સ્વાસ્થયના જતન માટે ઉત્તમ ઋુતુ ગણવામાં આવે છે. ઠંડીથી બચવા માટે આપણે અનેક વ્યંજનોનો ઉપયોગ કરતાં હોય છે ત્યારે અમે તમને જણાવી રહયાં છે શિયાળા માટે ઉત્તમ એવો ગુંદરપાક બનાવવાની રીત .

ગુંદરપાક બનાવવા માટે શું જોઇશે :

250 ગ્રામ – ગુંદર (બાવળનો)
250 ગ્રામ – રવો
500 ગ્રામ – ઘી
100 ગ્રામ – સૂકું કોપરું
500 ગ્રામ – ખાંડ – દળેલી
50 ગ્રામ – બદામ
50 ગ્રામ – પિસ્તાં
50 ગ્રામ – ચારોળી
25 ગ્રામ – ખસખસ
25 ગ્રામ – સૂંઠ
દરેક વસ્તુ 10 ગ્રામ – ગંઠોડા, એલચી, ધોળી મુસળી
કાળી મૂસળી, ગોખરુ, શતાવરી, નાગકેસર, પીપર

કેવી રીતે બનાવશો ગુંદરપાક :

સૌ પ્રથમ ગુંદરને ઘીમાં ફુલાવીને તેનો ખાંડી ભૂકો કરવો. રવાને ઘીમાં બદામી રંગનો શેકવો તથા કોપરાને છીણી, શેકી લેવું. પછી બધું ભેગું કરી તેમાં દળેલી ખાંડ, બદામ- પિસ્તા-ચારોળીનો ભૂકો, શેકેલી ખસખસ, ખાંડેલી સૂંઠ, એલચીનો ભૂકો અને બધું વસાણું બારીક ખાંડીને ચાળીને નાંખવું. ઘી ને ગરમ કરી નાંખી, બરાબર હલાવી, થાળીમાં ઘી લગાડી, ગુંદરપાક ઠારી દેવો. ઉપર થોડી બદામની કાતરી અને ચારોળી ભભરાવી દેવાં અથવા ચાંદીના વરખ લગાડવા.

Next Story