હાંસોટના સુણેવકલ્લા ગામમાં આરએસએસ દ્વારા પથસંચલન
BY Connect Gujarat6 Oct 2019 8:58 AM GMT

X
Connect Gujarat6 Oct 2019 8:58 AM GMT
હાંસોટ તાલુકાના સુણેવ કલ્લા ગામમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઉપક્રમે વિજયાદશમી ઉત્સવની ઉજવણી અંતર્ગત પથસંચલન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી દશેરાના દિવસે શસ્ત્રપુજન સહિતના કાર્યક્રમો યોજવાની પરંપરા ચાલી આવે છે. સુણેવકલ્લા ગામ ખાતે આયોજીત પથસંચલનમાં આરએસએસના સ્વયંસેવકો અને ગામલોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. આરએસએસના કાર્યકરો ગામના વિવિધ વિસ્તારોમાં શિસ્તબધ્ધ રીતે ફર્યા હતાં.
Next Story