Connect Gujarat
આરોગ્ય 

જો તમે વધુ પડતી મગફળી ખાતા હોવ તો ચેતી જજો, વધારે પડતી ખાવાથી શરીરમાં વધે છે કેન્સર ફેલાવાનો ખતરો

કેન્સરના દર્દીઓમાં વધુ મગફળી ખાવાની આદતથી તેના વધુ ફેલાવાનું સંકટ વધી જાય છે.

જો તમે વધુ પડતી મગફળી ખાતા હોવ તો ચેતી જજો, વધારે પડતી ખાવાથી શરીરમાં વધે છે કેન્સર ફેલાવાનો ખતરો
X

મગફળી પ્રોટીન માટે એક સારો સ્ત્રોત હોવાની વાત આપણે સૌ જાણીએ છીએ. આપણામાંથી મોટાભાગનો લોકોને મગફળી ખાવી ખૂબ પસંદ હોય છે, પરંતુ હાલમાં જ થયેલ એક રિસર્ચે મગફળી વિશે નવો જ ઘટસ્ફોટ કર્યો છે. જે અનુસાર કેન્સરના દર્દીઓમાં વધુ મગફળી ખાવાની આદતથી તેના વધુ ફેલાવાનું સંકટ વધી જાય છે. આ દાવો ઇંગ્લેન્ડની લિવરપૂલ યૂનિવર્સિટીના રિસર્ચે પોતાના અભ્યાસમાં કર્યો છે.

વૈજ્ઞાનિકોનો દાવો છે કે, મગફળીમાં પીનટ એગ્લુટિનીન (PNA) નામનું પ્રોટીન હોય છે. આ પ્રોટીન શરીરમાં બે એવા મોલિક્યૂલ્સ (IL-6 અને MCP-1)ને રિલીઝ કરવામાં મદદ કરે છે જે કેન્સરને આખા શરીરમાં ફેલાવી શકે છે. કાર્સિનોજેનેસિસ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા રિસર્ચ અનુસાર, મગફળી ખાધા બાદ પીનટ એગ્લુટીનીન નામનું પ્રોટિન બ્લડમાં ભળીને આખા શરીરમાં સર્ક્યુલેટ થાય છે. આ પ્રોટીન બ્લડ દ્વારા ટ્યૂમર્સ સુધી પહોંચીને તેને શરીરના બીજી ભાગોમાં ફેલાવા માટે દબાણ કરે છે. આ પ્રોટીનના કારણે કેન્સર કોષિકાઓ પરસ્પર ચોંટવા લાગે છે અને શરીરના બીજા ભાગોમાં ફેલાવાના પ્રયાસો કરે છે.

લિવરપૂલ યૂનિવર્સિટીના રિસર્ચર લૂ-ગેંગનું કહેવું છે કે, મગફળી કેન્સરના દર્દીઓમાં મોતનું સંકટ કેટલું વધારે તે જાણી શકાયું નથી. કેન્સરના એવા દર્દીઓ જેને એક દિવસમાં 250 ગ્રામ મગફળી ખાધી હોય તેમના પર વધુ ખતરો જોવા મળ્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આવા ખતરાથી બચવા માટે એક દિવસમાં માણસે 28 ગ્રામ જ મગફળી ખાવી જોઇએ.

સંશોધક લૂ-ગેંગ યૂના જણાવ્યા અનુસાર, આ આશ્ચર્ય પમાડે તેવી વાત છે, પરંતુ તે સત્ય છે. જો કેન્સરના દર્દીઓ મગફળી વધુ ખાય છે તો તેમની સ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે. કેન્સરના દર્દીઓએ વારંવાર અથવા વધુ મગફળી ખાવાથી બચવું જોઇએ. જેથી સંટક ઓછું કરી શકાય. સંશોધકો અનુસાર, PNAને પચાવી શકવું શરીર માટે મુશ્કેલ હોય છે. એક મગફળીમાં તેના વજનના 0.15 ટકા સુધી આ પ્રોટીન હોય છે.

આપણે રોજબરોજના જીવનમાં કેટલિક એવી આદતોથી ટેવાયેલા હોઈએ છીએ, જેનાથી આપણને એવું લાગે છે કે આપણી આ આદત બરાબર છે, આ આદતમાં કંઈ ખોટું નથી. હકીકતમાં આ આદતો આપણા સ્વાસ્થ્યને ધીરે ધીરે પરંતુ ગંભીર નુકસાન પહોંચાડે છે.

Next Story