રોટલી એટલે કે સામાન્ય રીતે ઘઉનાં લોટથી બને એ જ સમજતા હોઈએ છીએ એટલે કે કહેવાય છે ને કે રોટલી ભારતીય આહારનો આવશ્યક ભાગ છે. તેના વિના આપણું ભોજન અધૂરું રહે છે. પરંતુ ઘઉંના લોટ સિવાય, તમારે તમારા આહારમાં કેટલાક અન્ય પ્રકારના લોટનો સમાવેશ કરવો જોઈએ કારણ કે તે માત્ર સ્વાદમાં ફેરફાર જ નથી કરતું પણ તમારા પેટને સ્વસ્થ રાખવાની સાથે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. તો ચાલો જાણીએ કયા કયા લોટનો ઉપયોગ ફાયદા કારક છે.
1. રાગી :-
જે લોકો વજન ઘટાડવા માંગે છે તેઓ ખાસ કરીને આ લોટને આહારમાં સામેલ કરવો જોઈએ કારણ કે શિયાળામાં ખોરાકમાં એટલી બધી વેરાયટી હોય છે, કે વજન વધી જાય છે, તો રાત્રિભોજનમાં ઘઉંને બદલે રાગીની રોટલી ખાઓ. ફાઈબરની સાથે તેમાં કેલ્શિયમ પણ હોય છે, જે આપણા હાડકાં માટે જરૂરી છે અને જો તમને ગેસની ઘણી સમસ્યા હોય તો તમારે આ લોટની રોટલી ચોક્કસ ખાવી જોઈએ.
2. મકાઈનો લોટ :-
શિયાળામાં મકાઈના લોટનું સેવન ખૂબ જ આરોગ્યપ્રદ છે. જે મોટાભાગના લોકો સરસવના શાક સાથે ખાવાનું પસંદ કરે છે. મકાઈના લોટમાં વિટામિન એ, સી, બીટા કેરોટીન અને સેલેનિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખીને વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે પરંતુ તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.
3. બાજરી :-
ખાસ કરીને શિયાળામાં જુવાર અને બાજરીનો વધારે ઉપયોગ થતો હોય છે, પરંતુ શિયાળામાં સ્વસ્થ રહેવા માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. બાજરીના લોટમાં ઓમેગા-3 ફેટી એસિડ, પોટેશિયમ, ફાઈબર, આયર્ન જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. સૌથી મોટી વાત એ છે કે તે ગ્લુટેન ફ્રી છે જે ઘઉંનો લોટ ન ખાઈ શકતા લોકો માટે શ્રેષ્ઠ છે.
4. શિંગોળાનો લોટ :-
જો કે શિંગોળાનો લોટ મોટાભાગે નવરાત્રિ અને અન્ય ઉપવાસ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવે છે, પરંતુ તમે આ લોટને ખોરાકમાં પણ સામેલ કરી શકો છો, ખાસ કરીને શિયાળામાં. તેમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તેમજ વિટામિન B, B2 અને B કોમ્પ્લેક્સ. આ લોટનું સેવન કરવાથી તમારું પેટ સ્વસ્થ રહે છે. કબજિયાત, ગેસ જેવી સમસ્યાથી રાહત મળે છે.