Connect Gujarat
આરોગ્ય 

રોજ ખાલી પેટે તુલસીનું પાણી પીવાથી શરીરને થાય છે આ ચમત્કારીક ફાયદા,વાંચો

તુલસીના પાનમાં અનેક ઔષધીય ગુણો હોય છે. દરરોજ તેનું સેવન કરવાથી તમે અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓથી દૂર રહી શકો છો

રોજ ખાલી પેટે તુલસીનું પાણી પીવાથી શરીરને થાય છે આ ચમત્કારીક ફાયદા,વાંચો
X

તુલસીના પાનમાં અનેક ઔષધીય ગુણો હોય છે. દરરોજ તેનું સેવન કરવાથી તમે અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓથી દૂર રહી શકો છો. તુલસી શરીરનું તાપમાન નિયંત્રણમાં રાખે છે. તેના સેવનથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. જો તમે હવામાનમાં ફેરફારને કારણે ચેપથી બચવા માંગતા હોવ તો હળદર અને તુલસીનો ઉકાળો રોજ પીવો. આ ઉકાળો શરદી અને ગળાના દુખાવાની સમસ્યામાં પણ રાહત આપે છે. તો જાણો આવા જ વધુ ફાયદા....

તુલસીનું સેવન કેવી રીતે કરવું :-

1. તુલસીના બે થી ત્રણ પાન ચાવવાથી એસિડિટીમાં આરામ મળે છે. જો તમને વારંવાર એસિડિટી થતી હોય તો જમ્યા પછી પાન ખાવાની આદત બનાવો.

2. પેટમાં દુખાવો થતો હોય તો નારિયેળ પાણીમાં તુલસીના પાન અને લીંબુનો રસ મિક્સ કરીને પીવો.

3. જો સવારની શરૂઆત ચાથી થાય તો તેમાં આદુની સાથે તુલસીના થોડા પાન નાખો. જો તમે ઉકાળો બનાવતા હોવ તો તેમાં તુલસીના પાન પણ નાખો. તે પાચન સંબંધી સમસ્યાઓથી છુટકારો અપાવે છે અને સાથે જ ઋતુના બદલાવ સાથે થતા ઈન્ફેક્શનમાં પણ રાહત આપે છે.

તુલસીનું પાણી પીવાથી અને પાન ખાવાથી ફાયદો થાય છે :-

- શરદી, ખાંસી અને ગળામાં ખરાશની સ્થિતિમાં તુલસીનું પાણી પીવાથી જલ્દી આરામ મળે છે.

- ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તુલસીનું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

- દરરોજ તુલસીનું પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

- તુલસીનું પાણી પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે. કબજિયાત અને લૂઝ મોશનની સમસ્યામાં પણ રાહત મળે છે. આ સિવાય પેટ પણ સારું રહે છે.

- દરરોજ સવારે ખાલી પેટ તુલસીનું પાણી પીવાથી તાવમાં પણ ફાયદો થાય છે. આનાથી તમે વાયરલ ઈન્ફેક્શનથી ઘણી હદ સુધી રાહત મેળવી શકો છો. આ બધુ કરતાં પહેલા ડોક્ટરની સલાહ અવસ્ય લેવી.

Next Story