Connect Gujarat
આરોગ્ય 

ઊંઘ ન આવતી હોય તો પીઓ હૂંફાળું દૂધ, અનિદ્રાની સમસ્યા કરે છે દૂર

વૈજ્ઞાનિકોએ રાત્રે દૂધ પીવાનું એક નવું કારણ જણાવ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે, જો તમારે સારી રીતે ઊંઘવું હોય તો રાત્રે હૂંફાળું દૂધ પીઓ.

ઊંઘ ન આવતી હોય તો પીઓ હૂંફાળું દૂધ, અનિદ્રાની સમસ્યા કરે છે દૂર
X

હંમેશાં રાત્રે સૂતા પહેલા હૂંફાળું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. તેના ઘણા કારણો છે. વૈજ્ઞાનિકોએ રાત્રે દૂધ પીવાનું એક નવું કારણ જણાવ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે, જો તમારે સારી રીતે ઊંઘવું હોય તો રાત્રે હૂંફાળું દૂધ પીઓ. તે તમારી ઊંઘ ન આવવાની સમસ્યાને દૂર કરી શકે છે.

આ દાવો ચીનના નેશનલ નેચરલ સાયન્સ ફાઉન્ડેશનના રિસર્ચમાં કરવામાં આવ્યો છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, રિસર્ચમાં સાબિત થયું છે કે હૂંફાળું દૂધ અનિદ્રાની સમસ્યા દૂર કરી શકે છે.

સંશોધકોના અનુસાર, દૂધમાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે. તે ઉપરાંત રિસર્ચ દરમિયાન એ પણ સામે આવ્યું કે તેમાં મિલ્ક પેપ્ટાઈડ કેસિન હાઇડ્રોલિસેટ પણ હોય છે જે તણાવને ઘટાડે છે અને ઊંઘમાં સુધારો લાવે છે. આ બંને વસ્તુ મળીને અનિદ્રાની સમસ્યા દૂર કરે છે.

સંશોધક લિન ઝેંગના જણાવ્યા પ્રમાણે, અમે જાણવા માગતા હતા કે દૂધ સાથે ઊંઘનું શું કનેક્શન છે. રિસર્ચ દરમિયાન ઉંદરો પર સ્લીપ ટેસ્ટ કરવામાં આવ્યો. રિપોર્ટમાં જાણવા મળ્યું કે દૂધમાં રહેલા ખાસ પ્રકારના મિલ્ક પેપ્ટાઈડ ઊંઘ લાવવામાં મદદ કરે છે.

ઈંગ્લેન્ડની રીડિંગ યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા પ્રમાણે, હૃદયની બીમારીઓ અને સ્ટ્રોકનું જોખમ 14 ટકા સુધી ઘટાડવું હોય તો દરરોજ એક ગ્લાસ દૂધ પીઓ. દરરોજ એક ગ્લાસ દૂધ પીતા લોકોમાં કોલેસ્ટેરોલનું સ્તર ઓછું રહે છે. તેથી હૃદયની બીમારીઓનું જોખમ ઘટે છે. શરીરમાં કોલેસ્ટેરોલનું લેવલ વધવાથી ધમનીઓમાં બ્લોકેજ બની જાય છે. પરિણામે હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ વધે છે.

લોકોમાં એવી માન્યતા છે કે દૂધ પીવાથી ડાયાબિટીસ થવાનું જોખમ વધે છે, પરંતુ નવા રિસર્ચમાં સંશોધકોએ દાવો કર્યો છે કે દૂધ ઓછું અથવા વધારે પીવાથી ડાયાબિટીસ થવાના કોઈ પુરાવા નથી મળ્યા. દૂધ હાડકા માટે જરૂરી છે અને વિટામિન અને પ્રોટીનની ઊણપ પણ પૂરી કરે છે.

ગાયનું દૂધ: ગાયના શુદ્ધ દૂધમાં 88 ટકા પાણી અને પ્રોટીન, સારું ફેટ અને વિટામિન ડી હોય છે. બીજા દૂધની સરખામણીમાં તેમાં કેલ્શિયમ સૌથી વધારે હોય છે. ઓમેગા 3 ફેટી એસિડ હોવાને કારણે તે હાર્ટ અને ડાયાબિટીઝના દર્દીઓ માટે ફાયદાકારક છે. ઘણા રિસર્ચમાં જાણવા મળ્યું કે કે, તે મેટાબોલિઝ્મ સુધારીને બ્લડ સુગર લેવલ કન્ટ્રોલ કરે છે.

સોયા મિલ્ક: જે લોકોને દૂધની એલર્જી હોય તેઓ સોયા મિલ્ક પી શકે છે. તેમાં પ્રોટીનની સાથે કેલ્શિયમ અને આયર્નનું પ્રમાણ પણ વધારે હોય છે. તેમાં નવ પ્રકારના એમીનો એસિડ હોય છે જે ઈમ્યુન સિસ્ટમને સારી બનાવે છે અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે. તે પીતી વધતે ધ્યાન રાખો કે વધારે સુગર ન લેવી.

કોકોનટ મિલ્ક: તેમાં ફાઈબર વધારે હોવાની સાથે વિટામિન સી, ઈ, બી અને આયર્ન, સોડિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે. લેક્ટોઝ ફ્રી હોવાથી જે લોકોને દૂધની એલર્જી છે તેઓ પી શકે છે. લો કોલેસ્ટેરોલ હોવાથી હ્રદય રોગથી બચાવે છે.

સ્કિમ્ડ મિલ્ક: વધારે કોલેસ્ટેરોલ અને બ્લડ પ્રેશરની તકલીફ ધરાવતા લોકો માટે સ્કિમ્ડ મિલ્ક બેસ્ટ છે, ખાસ કરીને 35 વર્ષની ઉંમર પછી તેને લેવું યોગ્ય છે. તેમાં 0.3 ટકા ફેટ હોય છે તેથી વજન ઓછું કરવા માગતા લોકો પણ તેને ડાયટમાં સામેલ કરી શકે છે. તેને દહીં કે છાશના રૂપે પણ લઇ શકાય છે.

ટોન્ડ મિલ્ક: જેને વજન ઘટાડવું નથી અને માત્ર ફિટ રહેવું છે તેઓ ડબલ ટોન્ડ દૂધ પી શકે છે. ફેટ ઓછું હોવાથી હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ પણ ઘટી જાય છે. તેમાં વિટામિન ડી વધારે હોય છે તેથી શરીરમાં આરામથી કેલ્શિયમ એબ્જોર્બ થઈ જાય છે.

Next Story