Connect Gujarat
આરોગ્ય 

દેશમાં 24 કલાકમાં કોરોનાના 40 હજારથી વધુ કેસ નોંધાયા,57 લાખ લોકોને વેક્સિન અપાય

હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,21,17,826 થઈ ગઈ છે. દેશમાં કુલ 52,95,82,956 લોકોને વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા

દેશમાં 24 કલાકમાં કોરોનાના 40 હજારથી વધુ કેસ નોંધાયા,57 લાખ લોકોને વેક્સિન અપાય
X

સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 40,120 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 ના કારણે 585 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,21,17,826 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 52,95,82,956 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. ગુરૂવારના 24 કલાકમાં 57,31,574 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં કોવિડ-19 મહામારી સામે લડીને 3 કરોડ 13 લાખ 2 હજાર 345 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.24 કલાકમાં 42,295 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.50 ટકા છે. હાલમાં 3,85,227 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,30,254 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 12 ઓગસ્ટ, 2021 સુધીમાં ભારતમાં કુલ 48,94,70,779 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુરૂવારના 24 કલાકમાં 19,70,495 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

Next Story