Connect Gujarat
આરોગ્ય 

શરીરમાં વિટામિન D નું પ્રમાણ જરૂરિયાત કરતાં વધુ હોવું શરીર માટે જોખમી, થઈ શકે છે આ બીમારીઓ.....

શરીરમાં વિટામિન D નું પ્રમાણ જરૂરિયાત કરતાં વધુ હોવું શરીર માટે જોખમી, થઈ શકે છે આ બીમારીઓ.....
X

વિટામિન ડી ની ઉણપ એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે. જે મોટાભાગના લોકોમાં જોવા મળે છે. ભારતના મોટા ભાગના લોકોમાં વિટામિન ડી ની ખામી જોવા મળતી હોય છે. તો કયારેક કોઈકમાં વિટામિન ડી નું પ્રમાણ વધી જાય છે તો તેને હાઇપરવિટામીનોસિસ ડી કહેવામા આવે છે. આ આમ તો ખૂબ જ ઓછા લોકોમાં જોવા મળે છે. પરંતુ આ ખૂબ જ ગંભીર બીમારી હોય છે.

સામાન્ય રીતે માણસને સૂર્યની રોશનીમાંથી વિટામિન ડી મળતું હોય છે. પરંતુ જે લોકોમાં વિટામિન ડી ની ઉણપ હોય છે તેને ડોક્ટર વિટામિન ડી સપ્લીમેંટ લેવાની સલાહ આપે છે.

ઘણી વાર આ સપ્લીમેંટ ના લીધે શરીરમાં વિટામિન ડી નું પ્રમાણ જરૂર કરતાં વધી જાય છે. જેના કારણે ઘણી શારીરિક સમસ્યાઓ ઉદભવે છે. જો કોઈને નીચે જણાવ્યા પ્રમાણે ના સંકેતો વર્તાઇ તો વિટામિન ડી નું પ્રમાણ વધુ હોય શકે છે.

1. ઊબકા અને ઉલ્ટી

ખૂબ વધુ વિટામિન ડી લેવાથી મોર્નિંગ સિકનેશ, ઉલ્ટી અને ઊબકા થઈ શકે છે. પરંતુ આ લક્ષણ કોઈ બીજી બીમારીના પણ હોય શકે છે. અપૂરતી ઊંઘ કે અયોગ્ય ખાણી પીણી પણ આનું કારણ હોય શકે છે. તેથી કન્ફોર્મેશન માટે ડોકટરની સલાહ લેવી.

2. કેલ્શિયમ બનવું

તમારા શરીરમાં વિટામિન ડી ના વધુ પ્રમાણ ના કારણે વધુ કેલ્સિયમ બનવા લાગે છે તેને હાઇપરકેલસીમિયા કહેવાય છે. આનાથી ઉલ્ટી, ઊબકા કમજોરી અને વારંવાર પેશાબ આવી શકે છે.

3. ભૂખ ના લાગવી

જો તમે ઓછું ભૂખની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છો તો તમારે પોતાના વિટામિન ડી ના લેવલ પર નજર રાખવી પડશે. કારણ કે ભૂખ ના લાગવી એ વિટામિન ડી નું પ્રમાણ વધુ હોવાનું એક લક્ષણ પણ હોય શકે છે.

4. હાડકાંની સમસ્યા

હાડકાઓની સારી હેલ્ધ માટે વિટામિન ડી પૂરતા પ્રમાણમા હોવું જરૂરી છે. પરંતુ અમુક રિસર્ચ જણાવે છે કે વધુ પ્રમાણમાં રહેલા વિટામિન ડી ના કારણે પણ હાડકને લગતી સમસ્યાઓ ઉદભવી શકે છે.

5. કિડનીની સમસ્યા

વિટામિન ડી ના કારણે થતાં હાઇપરકેલસીમિયા ના કારણે કિડની ડેમેજ થઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિમાં ખૂબ જ વિતમી ડી હોય ત્યારે તેને કિડની સ્ટોન થઈ શકે છે. કારણ કે તે કેલ્શિયમના શોશનને વધારે છે.

Next Story