બાળકોના મેન્ટલ હેલ્થ ને લઈ NCERTએ કડક વલણ અપનાવ્યું, શાળાઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન

શાળાના વિદ્યાર્થીઓમાં મેન્ટલ હેલ્થ ની વધતી સમસ્યા જોતા NCERT એ નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે.

બાળકોના મેન્ટલ હેલ્થ ને લઈ NCERTએ કડક વલણ અપનાવ્યું, શાળાઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન
New Update

શાળાના વિદ્યાર્થીઓમાં મેન્ટલ હેલ્થ ની વધતી સમસ્યા જોતા NCERT એ નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. ભણતરના પ્રેશર તથા અન્ય કારણોસર નાના બાળકોમાં મેન્ટલ હેલ્થ સંબંધી સમસ્યાઓ જોવા મળી રહી છે. ત્યારે આવા સમયે શાળાકીય સ્તર પર સજાગતા વધારવી જરૂરી છે.

એનસીઈઆરટી માનસિક સ્વાસ્થ્ય સલાહકાર સમિતિનું ગઠન કરીને નિર્દેશ આપ્યા છે. સ્કૂલ જતાં બાળકોની વચ્ચે કરવામાં આવેલ માનસિક સ્વાસ્થ્ય સર્વે બાદ રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ આ નિર્ણય લીધો છે. ગત અઠવાડિયે આવેલા સર્વે રિપોર્ટમાં સ્કૂલ જતા વિદ્યાર્થીઓમાં પરીક્ષા, પરિણામ અને સાથીઓના પ્રેશરથી તણાવ અને ચિંતા મુખ્ય કારણોમા સામેલ છે. સ્કૂલમાં બાળકો માટે એક સુરક્ષિત વાતાવરણ વિકસિત હોવાની આશા કરવામાં આવે છે. સ્કૂલ મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ, શિક્ષક, અન્ય કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સ્કૂલમાં વર્ષમાં લગભગ 220 દિવસ વિતાવે છે. તો વળી હોસ્પિટલમાં આનાથી પણ વધારે સમય વિતાવે છે. ત્યારે આવા સમયે તમામ બાળકોની સુરક્ષા, સંરક્ષણ, સ્વાસ્થ્ય અને ભલાઈ નક્કી કરવી શાળાની જવાબદારી છે. NCERT ના દિશા નિર્દેશો માં કહેવાયુ છે કે, દરેક શાળામાં એક માનસિક સ્વાસ્થ્ય સલાહકાર સમિતિ બનાવવી જોઈએ. તેની અધ્યક્ષતા પ્રિન્સિપાલ તરફથી કરવી જોઈએ. તેમાં શિક્ષક, માતા-પિતા, વિદ્યાર્થી, પૂર્વ વિદ્યાર્થી સભ્ય તરીકે હોવા જોઈએ. આ વાત પર ધ્યાન આપવું જોઈએ કે, માનસિક સ્વાસ્થ્ય મોટા ભાગના મુદ્દે જીવનના શરુઆતી તબક્કામાં સામે આવે છે. ભલામણ કરી છે કે, માતા-પિતા અને શિક્ષક બાળકોના પ્રાથમિક સંકેતો વિશે જણાવે

#health #India #Connect Gujarat #BeyondJustNews #tips #children #guidelines #NCERT #schools #mental health #strict
Here are a few more articles:
Read the Next Article