Connect Gujarat
આરોગ્ય 

આજે દેશમાં કોરોના સંક્રમણના 13 હજારથી વધુ કેસ નોધાયા

મંત્રાલય અનુસાર દેશમાં કોરોનાના 1 લાખ 38 હજાર 556 એક્ટિવ કેસ છે. સાથ જ અત્યાર સુધીમાં 3 કરોડ 38 લાખ 925 લોકો સાજા થઈ ચૂક્યા છે

આજે દેશમાં કોરોના સંક્રમણના 13 હજારથી વધુ કેસ નોધાયા
X

દેશમાં કોવિડ 19ના મામલામાં ઉતાર ચઢાવનો ક્રમ જારી છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર ગત 24 કલાકમાં કોરોનાના 13 હજાર 91 મામલા નોંધાયા છે. ત્યારે આ દરમિયાન 340 લોકોના કોરોનાથી મોત થયા છે. મંત્રાલયે કહ્યુંકે ગત 1 દિવસમાં 13 હજાર 878 લોકો સાજા થયા છે. મંત્રાલય અનુસાર દેશમાં કોરોનાના 1 લાખ 38 હજાર 556 એક્ટિવ કેસ છે. સાથ જ અત્યાર સુધીમાં 3 કરોડ 38 લાખ 925 લોકો સાજા થઈ ચૂક્યા છે. મંત્રાલયે કહ્યું કે દેશમાં કોવિડમાંથી અત્યાર સુધી 4 લાખ 62 હજાર 189 લોકોના મોત થયા છે. નવા મામલા આવ્યા બાદ દેશમાં કુલ કેસની સંખ્યા 3 કરોડ 44 લાખ 16 હજાર 70 મામલા મળી ચૂક્યા છે. ત્યારે રસીકરણની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધીમાં 1 અરબ 10 કરોડ 23 લાખ 34 હજાર 225 ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાંથી 57 લાખ 54 હજાર 817 ડોઝ બુધવારે આપવામાં આવ્યા છે. કોવિન પોર્ટલ અનુસાર કુલ ડોઝમાંથી અત્યાર સુધી સિંગલ ડોઝ 74 કરોડ 68 લાખ 57 હજાર 853 અને 35 કરોડ 58 લાખ 66 હજાર 887ને બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે.

Next Story