વલસાડ : સખી-વન સ્‍ટોપ સેન્‍ટરની જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી, મહિલાઓને જરૂરી માર્ગદર્શન અપાયું

વલસાડ જિલ્લાની સિવિલ હોસ્‍પિટલ ખાતે ભારત સરકાર દ્વારા પુરસ્‍કૃત સખી વન સ્‍ટોપ સેન્‍ટર કાર્યરત છે,

New Update

વલસાડ જિલ્લાની સિવિલ હોસ્‍પિટલ ખાતે ભારત સરકાર દ્વારા પુરસ્‍કૃત સખી વન સ્‍ટોપ સેન્‍ટર કાર્યરત છે, ત્યારે આ સેન્‍ટરની વલસાડ કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રે તેમજ વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ મુલાકાત લીધી હતી.

Advertisment

સખી-વન સ્‍ટોપ સેન્‍ટરની મુલાકાત મુલાકાત દરમ્યાન સખી વન સ્‍ટોપ સેન્‍ટરનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સખી વન સ્‍ટોપ સેન્‍ટર દરેક મહિલાઓને કેવી રીતે વધુ ઉપયોગી બની શકે તે બાબતે જરૂરી સૂચનો આપ્‍યા હતા. આ મુલાકાત દરમ્યાન મહિલા અને બાળ અધિકારી, કચેરીનો સ્‍ટાફ, સખી વન સ્‍ટોપ સેન્‍ટરના તમામ કર્મચારીઓ અને સિવિલ હોસ્‍પિટલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment