Connect Gujarat
Featured

અમદાવાદ: સતત ધબકતા એવા હેરિટેજ સિટી અમદાવાદને 610 વર્ષ પૂર્ણ, આજે છે સ્થાપના દિવસ

અમદાવાદ: સતત ધબકતા એવા હેરિટેજ સિટી અમદાવાદને 610 વર્ષ પૂર્ણ, આજે છે સ્થાપના દિવસ
X

આજે અમદાવાદ શહેરની સ્થાપનાના 610 વર્ષ પૂર્ણ થયા છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર પહેલાના સમયમાં જૂનું અમદાવાદ હતું તે અત્યારે પૂર્વ અને પશ્ચિમ બે વિભાગમાં શહેર વહેંચાયેલ છે. અહમદશાહ બાદશાહે આ શહેર વસાવ્યું હતું. અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદીથી વસવાટ ધરાવે છે જે પહેલા આશાવાલ નામથી ઓળખાતો હતો. અમદાવાદની સ્થાપના દિન નિમિતે જુઓ અમારો આ વિશેષ એહવાલ.

અહમદશાહે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ શહેરની પ્રથમ દિવાલ ચણવાનું કામ માણેક બુર્જથી કરાયું હતું. અહમદશાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાંને કુતરાનો પીછો કરતા જોયું. સુલતાન તેમના રાજ્યની રાજધાની માટેના સ્થળની શોધમાં હતા તેઓ આ બહાદુરીના કારનામાંથી પ્રાભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તાર પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો. તેના પરથી જ એક કહેવત છે કે “જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા”.

ઈ.સ. ૧૪૮૭માં અહમદ શાહના પૌત્ર મહમદ બેગડાએ અમદાવાદની ચારેબાજુ કોટ ચણાવ્યા હતા. જેમાં ૧૨ દરવાજા મુકવામાં આવ્યા હતા આજે અમદાવાદ ધમધમતું વ્યાપારી કેન્દ્ર બની ગયું છે. આજે સાબરમતી નદીના કિનારે રીવર ફ્રન્ટ બનાવવામાં આવ્યું છે, જેનાથી શહેરની એક અલગ જ રોનક દેખાઈ આવે છે. ગર્વની વાતતો એ છે કે આજે અમદાવાદને ‘વર્લ્ડ હેરીટેજ’નું દરજ્જો મળ્યું છે. આ હેરીટેજ સ્થળોમાં બાદશાહ હજીરો, ચબુતરો, જુમ્મા મસ્જિદ, પોળનું એક ઘર, સીદી સૈયદની જાળી, કાલુપુર સ્વામીનારાયણ મંદિરનો સમાવેશ થાય છે.

અમદાવાદની પોળોના રહેઠાણ તેમજ તેનું કલાકોતરણીવાળા સ્થાપત્ય જોવા માટે પ્રવાસીઓ માટે હેરિટેજ વૉક કરવામાં આવે છે. અમદાવાદના દરવાજાઓની વાત કરવામાં આવે તો અમદાવાદને કલાકૃતિથી કરેલ કારીગરીવાળા 12 દરવાજો છે. લાલ દરવાજા, દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા, રાયપુર દરવાજા, આસ્ટોડિયા દરવાજા, જમાલપુર દરવાજા, સારંગપુર દરવાજા, દરિયાપુર દરવાજા , કાલુપુર દરવાજા, રાયખડ દરવાજા, શાહપુર દરવાજા, ખાનપુર દરવાજા આમ આજે અમદાવાદની રોનક બદલાઈ છે. આજે અમદાવાદમાં દેશ વિદેશથી આવતા લોકો અમદાવાદના જોવાલાયક સ્થળોની પણ મજા માણે છે. સમયની સાથે અમદાવાદનો વિકાસ તેજ ગતિએ આગડ વધ્યો, જૂનું અમદાવાદ હવે બદલાઈ ગયું શહેરમાં બહારથી આવીને વસવાટ કરનાર લોકોની સંખ્યા પણ વધી છે.

Next Story