/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/ae240bce-3f60-4c97-8dbf-c495619e817e.jpg)
ICC દ્વારા વર્ષ 2016ના વન-ડે તેમજ ટેસ્ટ ઇલેવનની ઘોષણા કરવામાં આવી છે. જેમાં ભારતીય સ્ટાર ખેલાડી અશ્વિનને ક્રિકેટર ઓફ ધ યર તેમજ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે અશ્વિન દુનિયાનો નંબર 1 બોલર બની ગયો છે. સાથે સાથે ઇંગ્લેન્ડ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરનાર રવિન્દ્ર જાડેજાએ બોલિંગ રેન્કિંગમાં બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું હતુ.
આ બંને ખેલાડીઓ ICC ની ટેસ્ટ રેન્કિંગ અને ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોપ 3 માં સમાવેશ થયો છે. આ વર્ષે સૌથી વધુ રન બનાવનાર ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટ્ન વિરાટ કોહલીનો સમાવેશ ICCની ODI ટીમના કપ્તાનમાં કરવામાં આવ્યો છે. જયારે ICC ટેસ્ટ ટીમના કપ્તાન ઇંગ્લેન્ડ ના એલિસ્ટર કુકને બનાવવમાં આવ્યો છે.
આ રેન્કિંગમાં ભારત, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓનો સમાવેશ થાય છે.
ક્રિકેટર ઓફ ધ યર અને ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર : રવિન્દ્ર અશ્વિન
વન-ડે ક્રિકેટર ઓફ ધ યર : કવીન્ટન ડી કોક
સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ : મિસ્બાહ ઉલ હક
ઇમર્જિંગ ક્રિકેટર ઓફ ધ યર : મુસ્તફિઝુર રહેમાન
ટી 20 પર્ફોર્મન્સ ઓફ ધ યર : કાર્લોસ બ્રેથવેટ
એસોસિયેટ ક્રિકેટર ઓફ ધ યર : મોહંમદ શહેઝાદ
વુમન વન-ડે અને ટી 20 ક્રિકેટર ઓફ ધ યર : સૂઝી બેટ્સ
અમ્પાયર ઓફ ધ યર : મરાઇસ ઈરાઈમસ