દક્ષિણ ભારતનું રામેશ્વરમ એક સુંદર દ્વિપનું શહેર છે. અહી તમને ફરવાની ખૂબ જ આવશે. આ દ્વિપને પંબન બીચ પણ નામ આપવામાં આવ્યું છે. શ્રીલંકાના મન્નારથી રામેશ્વરનું અંતર 40 કિમી છે. માનવામાં આવે છે કે મન્નાર અને રામેશ્વરમની વચ્ચે સેતુ પુલ આવેલો છે. તેનું વર્ણન રામાયણમાં પણ છે. તો વધુ જાણો રામેશ્વરમ વિષે….

રામેશ્વરમાં પ્રસિધ્ધ જગ્યામાં એક છે રામ નાથ સ્વામી મંદિર. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર સુંદરતા અને માન્યતાના કારણે પણ ઘણું પ્રચલીત છે. કહેવાય છે કે ભગવાન શ્રી રામે પોતાના હાથથી મંદિરનુ નિર્માણ કર્યું હતું. તેની માન્યતાઓની વાત કરવામાં આવે તો ભગવાન શ્રીરામે હનુમાનજીને શ્રીલંકાથી શિવલિંગ લાવવા કહ્યું પણ તેમને આવવામાં મોડુ થઈ ગયું તો માતા સીતાએ પોતાના હાથથી જ શિવલિંગનું નિર્માણ કર્યું અને તેની પૂજા શ્રીરામે કરી અને પછી પ્રસિધ્ધ મંદિર બનાવ્યું હતું,

રામ સેતુ

રામ સેતુ ફૂલનું બંધારણ શ્રી રામ અને તેમની સેનાએ કર્યું હતું. તેનો રામાયણમાં પણ ઉલ્લેખ છે. આ પુલ લંકામાં યુધ્ધ સમયે બનાવાયો હતો. માનવામાં આવે છે કે જ્યારે વાનર સેના કોઈ પત્થર પર શ્રી રામ લખતી તો તે પત્થર પાણીમાં ડૂબતો નહીં અને પાણીમાં તરવા લાગતા, આ રીતે જ આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ધનુષ કોઠી બીચ

રામેશ્વરમ દ્વિપના પૂર્વ ભાગમાં આ ધનુષકોઠી બીચ આવેલો છે. આ જ્ગ્યા પોતાની પ્રકૃતિક સુંદરતા માટે જાણીતી છે. અહીં તમે અનેક વોટર એક્ટિવિટી પણ એંજોય કરી શકો છો. આ ગામને ભૂતનું ગામ પણ કહેવામાં આવે છે.

ફરવા જવા માટેનો સમય

જો તમે રામેશ્વરમની સુંદરતાને માણવા ઈચ્છો છો તો તમે શિયાળાની સિઝનમાં જાઓ તો સારું રહેશે. અહીં ફરવા માટે ઓક્ટોબરથી એપ્રિલનો ટાઈમ બેસ્ટ છે. આ સમયે અહીનું તાપમાન 20 થી 30 ડિગ્રી વચ્ચેનું હોય છે. તે ફરવા માટે સૌથી બેસ્ટ છે.