મહાભિયોગ: શું ડોનાલ્ડ ટ્રમ્પની ખુરશી જતી રહેશે? વ્હાઇટ હાઉસનું નિવેદન આવ્યું સામે

New Update
મહાભિયોગ: શું ડોનાલ્ડ ટ્રમ્પની ખુરશી જતી રહેશે? વ્હાઇટ હાઉસનું નિવેદન આવ્યું સામે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગ માટેનો પ્રસ્તાવ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાંથી પસાર થઈ ગયો છે. યુક્રેન વિવાદ બાદ સ્પીકર નેન્સી પોલોસીએ ડોનાલ્ડ ટ્રમ્પના પદના દુરૂપયોગનો આરોપ લગાવતા ડોનાલ્ડ ટ્રમ્પના મહાભિયોગની વાત કરી હતી. ગુરુવારે, જ્યારે 6 કલાક ચર્ચા બાદ મતદાન થયું તો બે કલમો હેઠળ મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. હવે આ પ્રક્રિયા બાદ વ્હાઇટ હાઉસનું નિવેદન બહાર આવ્યું છે.

મહાભિયોગ પ્રસ્તાવ પસાર થયા પછી, વ્હાઇટ હાઉસે તેના નિવેદનમાં કહ્યું, "ડોનાલ્ડ ટ્રમ્પ આશા રાખે છે કે સીનેટ આ પ્રક્રિયા યોગ્ય રીતે ચલાવશે." પ્રતિનિધિ ગૃહમાં વાજબી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું. ડોનાલ્ડ ટ્રમ્પ આગળની કોઈપણ પ્રક્રિયા માટે તૈયાર છે."

વ્હાઇટ હાઉસે કહ્યું

કે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદથી જ તેઓ અમેરિકન જનતા માટે અથાક કામ કરી રહ્યા છે, તેઓ કાર્યાલયમાં

તેમના છેલ્લા દિવસ સુધી કામ કરવાનું ચાલુ રાખશે.

કોંગ્રેસમાં શું બન્યું ?

તમને જણાવી દઇએ કે

વિપક્ષી પાર્ટી ડેમોક્રેટ્સને હાઉસ ઓફ

રિપ્રેઝન્ટેટિવમાં બહુમતી મળી હતી, પરંતુ સીનેટમાં

તેવું નથી. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં, ડોનાલ્ડ ટ્રમ્પ સામે

લાવવામાં આવેલા બે ઠરાવોને 230–197, 223–198 મતો મળ્યા હતા. આ પ્રસ્તાવ ઓફિસનો દુરૂપયોગ અને

કોંગ્રેસને તેના કામમાં અવગણવાનો હતો.

સીનેટમાં શું થશે?

હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં પ્રસ્તાવ પસાર કર્યા પછી, હવે તે સીનેટમાં જશે, જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ સામેના આરોપોની સુનાવણી કરવામાં આવશે. સુનાવણી બાદ

સીનેટમાં આ દરખાસ્તો પર મતદાન થશે.

જો મતદાનમાં પ્રસ્તાવ પડી ભાંગે છે તો ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ રાષ્ટ્રપતિના પદ પર બની રહેશે. પરંતુ જો તે પસાર થાય તો તેમણે રાજીનામું આપવું પડશે અને

ઉપરાષ્ટ્રપતિ તે પદ સંભાળશે.

Read the Next Article

દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, તીવ્રતા 4.1 માપવામાં આવી

દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આસપાસના વિસ્તારોમાં લગભગ 10 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રારંભિક માહિતીમાં, તેની તીવ્રતા 4.1 જણાવવામાં આવી રહી છે

New Update
Pakistan Earthquake

દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આસપાસના વિસ્તારોમાં લગભગ 10 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

પ્રારંભિક માહિતીમાં, તેની તીવ્રતા 4.1 જણાવવામાં આવી રહી છે. હરિયાણાના જીંદ અને બહાદુરગઢ ઉપરાંત, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

સવારે 9.04 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદમાં અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાનું રોહતક હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 હતી. લોકો આંચકાથી ડરીને પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. તમને જણાવી દઈએ કે પૃથ્વીની અંદર સાત ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, એકબીજા સામે ઘસાઈ છે, એકબીજા પર ચઢે છે અથવા એકબીજાથી દૂર જાય છે, ત્યારે જમીન ધ્રુજવા લાગે છે. આને ભૂકંપ કહેવામાં આવે છે.

ભૂકંપ માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે. જેને રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ કહેવામાં આવે છે. રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ 1 થી 9 સુધીનો હોય છે. ભૂકંપની તીવ્રતા તેના કેન્દ્ર એટલે કે એપીસેન્ટરથી માપવામાં આવે છે. એટલે કે, તે કેન્દ્રમાંથી નીકળતી ઉર્જા આ સ્કેલ પર માપવામાં આવે છે. 1 એટલે ઓછી તીવ્રતાવાળી ઉર્જા ઉત્સર્જિત થઈ રહી છે. 9 એટલે સૌથી વધુ. અત્યંત ભયાનક અને વિનાશક તરંગ. જેમ જેમ દૂર જાય છે તેમ તેમ આ નબળા પડી જાય છે. જો રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7 હોય તો 40 કિલોમીટરની ત્રિજ્યામાં જોરદાર ધ્રુજારી આવે છે.