Connect Gujarat
Featured

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.34 લાખ નવા કેસ નોંધાયા

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.34 લાખ નવા કેસ નોંધાયા
X

દેશમાં કોરોના સંક્રમણના બીજી લહેરનો પ્રકોપ ચાલુ છે. હજી પણ દરરોજ 1.25 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના નવીનતમ માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 1 લાખ 34 હજાર 154 નવા કોરોના કેસ આવ્યા છે અને 2887 સંક્રમિત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે 2 લાખ 11 હજાર 499 લોકો કોરોનાથી સાજા થયા છે. છેલ્લા દિવસે 80,232 સક્રિય કેસોમાં ઘટાડો થયો હતો. આ પહેલા મંગળવારે 1 લાખ 32 હજાર 788 લાખ નવા કોરોના કેસ નોંધાયા હતા અને 3207 સંક્રમિત લોકોનાં મોત નીપજ્યાં હતાં.

આજે દેશમાં સતત 21મા દિવસે કોરોના વાયરસના નવા કેસો કરતા વધુ રિકવરી મળી છે. 2 જૂન સુધીમાં દેશભરમાં 22 કરોડ 10 લાખ 43 હજાર 693 ડોઝ કોરોના રસી આપવામાં આવી છે. ગત રોજ 24 લાખ 26 હજાર રસી આપવામાં આવી હતી. જ્યારે અત્યાર સુધીમાં 35 કરોડથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા દિવસે 21.59 લાખ કોરોના નમૂનાના પરીક્ષણો કરાયા હતા, જેનો પોઝિટિવિટી રેટ 6 ટકાથી વધુ છે.

દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા બે કરોડ 84 લાખ 41 હજાર 986 છે જ્યારે અત્યાર સુધી કુલ બે કરોડ 63 લાખ 90 હજાર 584 લોકોએ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 17 લાખ 13 હજાર 413 જ્યારે અત્યાર સુધી કુલ 3 લાખ 37 હજાર 989 સંક્રમિત દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

Next Story