તેલંગાણા ટનલ દુર્ઘટનાનો આજે 10મો દિવસ, હજુ પણ કામદારો સંપર્ક વિહોણા

તેલંગાણાના નાગરકુર્નૂલમાં નિર્માણાધીન શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ટનલમાં ફસાયેલા 8 કામદારોના રેસ્ક્યૂ ઓપરેશનનો રવિવારે 9મો દિવસ હતો

New Update
karna
તેલંગાણાના નાગરકુર્નૂલમાં નિર્માણાધીન શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ટનલમાં ફસાયેલા 8 કામદારોના રેસ્ક્યૂ ઓપરેશનનો રવિવારે 9મો દિવસ હતો. 22 ફેબ્રુઆરીએ ટનલનો એક ભાગ તૂટી પડ્યો ત્યારથી બચાવ કામગીરી ચાલી રહી છે.છેલ્લા 9 દિવસથી ફસાયેલા કામદારોનો સંપર્ક થઈ શક્યો નથી. ટનલમાં પાણી, કાદવ અને ઘણો કાટમાળ હોવાને કારણે બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સેના, NDRD, SDRF સહિત 11 એજન્સીઓ રેસ્ક્યૂ ઓપરેશનમાં રોકાયેલી છે.આ દરમિયાન, આ ઘટનાને લઈને રાજકારણ પણ ચાલી રહ્યું છે. ભાજપના ધારાસભ્યોએ ટનલની મુલાકાત લીધી. ધારાસભ્ય મહેશ્વર રેડ્ડીએ કહ્યું - આ દુર્ઘટના વર્તમાન અને પાછલી સરકારોના ખોટા મેનેજમેન્ટનું પરિણામ છે. આ દુર્ઘટના બેદરકારીને કારણે બની.ભાજપના ધારાસભ્ય પાયલ શંકરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટનલ ઘટના પર નજર રાખી રહ્યા છે. જરૂરી તમામ સહાય પૂરી પાડવામાં આવી છે. અમને આશા છે કે અંદર ફસાયેલા આઠ લોકો સુરક્ષિત રીતે બહાર આવશે.
Advertisment
Advertisment
Latest Stories