બિહારમાં ફરી એક વાર ઝેરી દારૂ પીવાથી 5 લોકોના મોત

બિહારમાં નીતિશ સરકારના આકરાં પ્રતિબંધો છતાં રાજ્યમાં દારૂનો ચલણ અને દારૂ પીવાથી મરનારા લોકોની સંખ્યામાં જરાં પણ ઘટાડો થતો નથી.

New Update

બિહારમાં નીતિશ સરકારના આકરાં પ્રતિબંધો છતાં રાજ્યમાં દારૂનો ચલણ અને દારૂ પીવાથી મરનારા લોકોની સંખ્યામાં જરાં પણ ઘટાડો થતો નથી. ત્યારે હવે ફરી એક વાર બક્સર જિલ્લામાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. જ્યાં બુધવારે મોડી રાતે 5 લોકોના સંદિગ્ધ અવસ્થામાં મોત થયા છે. તો વળી ત્રણ લોકોની હાલત અતિ ગંભીર હોવાથી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હકીકતમાં આ દુ:ખદ ઘટના બક્સર જિલ્લાના ડુમરાંવના આમસારી ગામની છે.

જ્યાં મામલાની જાણકારી આપતા મૃતકોના પરિવારના લોકોએ જણાવ્યું હતું કે, 8 લોકો ગણતંત્ર દિવસ એટલે કે, 26 જાન્યુઆરીની રાતે ગામમાંથી પહેલા દારૂ ખરીદીને લાવ્યા અને પછી ખેતરની વચ્ચે બેસીને આઠેય લોકોએ દારૂની પાર્ટી કરી હતી. ત્યાર બાદ તેઓ ઘરે જતાં રહ્યા હતા અને અડઘી રાત બાદ તબિયત ખરાબ થઈ હતી. ફટાફટ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પણ 5 જણાયે તો રસ્તામાં જ દમ તોડી નાખ્યો હતો. જ્યારે ત્રણની હાલત હજૂ પણ ગંભીર છે.

Latest Stories