New Update
/connect-gujarat/media/media_files/plDBrZwQDm4LwrbtrzSv.jpeg)
કેરળના મલપ્પુરમમાં રવિવારે નિપાહ વાયરસથી પીડિત 14 વર્ષના કિશોરનું મોત થયું હતું. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું કે, પીડિત કિશોરને સવારે 10.50 વાગ્યે હાર્ટ એટેક આવ્યો. આ પછી તેમને વેન્ટિલેટર સપોર્ટ પર પણ રાખવામાં આવ્યા હતા, પરંતુ સવારે 11.30 વાગ્યે તેમનું મૃત્યુ થયું હતું.વીણાએ જણાવ્યું કે, સંક્રમિત કિશોરને ઓસ્ટ્રેલિયાથી મોનોક્લોનલ એન્ટિબોડીઝ આપવામાં આવી હતી.
પ્રોટોકોલ અનુસાર, તે ચેપ લાગવાના 5 દિવસની અંદર આપવામાં આવે છે. આ કિસ્સામાં ચેપગ્રસ્ત કિશોરને એન્ટિબોડીઝ આપવામાં વિલંબ થયો હતો.કેરળમાં 2018 પછી 5મી વખત નિપાહ સંક્રમણ ફેલાયું છે. આ પછી 2019, 2021 અને 2023માં પણ તેના કેસ જોવા મળ્યા હતા. આ માટે હજુ સુધી કોઈ રસી બનાવવામાં આવી નથી.
Latest Stories