દિલ્લીમાં મોટી દુર્ઘટના, નોઈડામાં મકાનની દીવાલ ધરાશાઈ થતાં ત્રણના મોત

ગ્રેટર નોઈડામાં એક નિર્માણાધીન મકાનની દિવાલ વરસાદ બાદ ધરાશાયી થઈ હતી. તેમાં છ બાળકો દટાયા હતા. આ અકસ્માતમાં ત્રણ બાળકોના કરૂણ મોત નિપજ્યા હતા

New Update
A big tragedy in Delhi, three died when the wall of a building collapsed in Noida

ગ્રેટર નોઈડામાં એક નિર્માણાધીન મકાનની દિવાલ વરસાદ બાદ ધરાશાયી થઈ હતી. તેમાં છ બાળકો દટાયા હતા. આ અકસ્માતમાં ત્રણ બાળકોના કરૂણ મોત નિપજ્યા હતા. મૃતક બાળકો તેમની શાળાની રજાઓ ગાળવા દાદીના ઘરે આવ્યા હતા. માહિતી મળતાં જ ભારે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘાયલ ત્રણ બાળકોની સારવાર હજુ ચાલુ છે. પોલીસે મૃતક બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

આ ઘટના ગ્રેટર નોઈડાના સૂરજપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ખોડના ગામમાં બની હતી. આ કરૂણ અકસ્માતમાં આયેશા પુત્રી સગીર ઉમર 16 વર્ષ, અહદ પુત્ર મોઇનુદ્દીન ઉમર 4 વર્ષ, હુસૈન પુત્ર ઇકરામ ઉમર 5 વર્ષ, આદિલ પુત્ર શેરખાન ઉમર 8 વર્ષ, અલ્ફીઝા પુત્રી મોઇનુદ્દીન ઉંમર 2 વર્ષ, સોહના પુત્રી રહીસ ઉંમર 12 વર્ષ, વસીલ પુત્ર શેર ખાન ઉમર 11 વર્ષ, સમીર પુત્ર સગીર ઉમર 15 વર્ષ, સગીરના પોતાના પરિવારના 8 બાળકો અને સંબંધીઓ તેમના ઘરની દિવાલ ધરાશાયી થવાથી ઘાયલ થયા હતા જેમાં અહદ, આદિલ અને અલ્ફીઝાનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું. અન્ય જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.                                                                                         

 

Latest Stories