/connect-gujarat/media/media_files/2024/11/30/AYUnA7p34iy4wLiCSwWc.jpg)
મહારાષ્ટ્રના પૂણેના નારાયણ ગાંવ વિસ્તારમાં પુણે-નાસિક હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
જેમાં 9 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.એક પૂરપાટ ઝડપે આવી રહેલા ટેમ્પોએ મિની વાનને પાછળથી ટક્કર મારી હતી. ત્યારબાદ મિની વાન ત્યાં ઉભેલી એક બસ સાથે અથડાઈ ગઈ હતી.ઘટના બાદ ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે આ લોકો નાસિકથી પુણે જઈ રહ્યા હતા. મૃતકોમાં ચાર મહિલાઓ, ચાર પુરુષ અને એક બાળક સામેલ છે. જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ મોકલાયા છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે દરેક મૃતકના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ફડણવીસે 'X' પર પોસ્ટમાં કહ્યું કે, 'પુણે-નાસિક હાઇવે પર નારાયણ ગાંવ નજીક એક દુર્ઘટનામાં 9 લોકોના મોતની ઘટના ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે. હું તેમને શ્રદ્ધાંજલિ આપું છું. અમે તેમના પરિવારોના દુઃખમાં સામેલ છીએ.'