New Update
/connect-gujarat/media/media_files/2024/12/20/hqHFGLAcQ7Le3TYGbzTx.jpeg)
રાજસ્થાનના જયપુરના ભાંકરોટામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં એક ગેસ ટેન્કરમાં અચાનક આગ લાગી જતાં ભયંકર વિસ્ફોટ થયો હતો. જેમાં અનેક લોકો દાઝી ગયાના અહેવાલ સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં5લોકોના મોત થાય હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ ઘટનાની જાણકારી મળતાં જ લગભગ22જેટલા ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.બીજી બાજુ આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આજુબાજુમાં ઉભેલા40થી વધુ વાહનો પણ બળીને રાખ થઈ ગયા હતા.
સર્જાયેલી ગોઝારી દુર્ઘટનાને પગલે સમગ્ર તંત્ર બચાવ કામગીરીમાં લાગી ગયું હતું,જાણવા મળ્યા મુજબ આ દુર્ઘટનાLPG અનેCNG ટ્રક વચ્ચે ટક્કર બાદ સર્જાઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.ત્યાર બાદCNG ટ્રકમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો.40થી વધુ વાહનો બળીને રાખ થઈ ગયા હતા.આ દુર્ઘટના ડી ક્લોથોનની નજીક સવારે પાંચ વાગ્યે સર્જાઈ હતી.