Connect Gujarat
દેશ

અક્ષય કુમારે કોમેડી ફિલ્મ 'હાઉસફુલ 5'ની કરી જાહેરાત

અક્ષય કુમારે કોમેડી ફિલ્મ હાઉસફુલ 5ની કરી જાહેરાત
X

બોલિવૂડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમારનું નસીબ લાંબા સમયથી સારું નથી ચાલી રહ્યું. તેની એક પછી એક પાંચ ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ છે. અભિનેતાની છેલ્લી રિલીઝ સેલ્ફી પણ ફ્લોપ સાબિત થઈ હતી. આવી સ્થિતિમાં અક્ષય લાંબા સમયથી જોરદાર હિટ ફિલ્મ માટે તલપાપડ હતો. તે જ સમયે પોતાની ઈજ્જત બચાવવા માટે અક્ષયે એક મોટી જાહેરાત કરી છે. ખિલાડી કુમારે કોમેડી ફિલ્મ 'હાઉસફુલ 5'ની જાહેરાત કરી છે.

ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરતાં અક્ષય કુમારે દાવો કર્યો હતો કે આ ફિલ્મમાં 'પાંચ ઘણું પાગલપન હશે. હાઉસફુલ 5નું નિર્દેશન તરુણ મનસુખાની કરશે અને સાજીદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરશે.

ઇન્સ્ટાગ્રામ પર અક્ષયની પોસ્ટે પુષ્ટિ કરી છે કે રિતેશ દેશમુખ 'હાઉસફુલ 5' માં જોવા મળશે પરંતુ બાકીની કાસ્ટ હજુ જાહેર કરવામાં આવી નથી. આ સાથે એ પણ જાહેરાત કરવામાં આવી છે કે આ ફિલ્મ આવતા વર્ષે દિવાળીની આસપાસ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Next Story