Connect Gujarat
દેશ

માત્ર એક ડોઝમાં કોરોનાનું કામ તમામ!, સ્પુટનિક લાઇટ વેક્સિન માટે DCGI આપી મંજૂરી

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ સિંગલ ડોઝ વેક્સિન સ્પુટનિક લાઇટના ઉપયોગને લીલી ઝંડી આપી દીધી છે.

માત્ર એક ડોઝમાં કોરોનાનું કામ તમામ!, સ્પુટનિક લાઇટ વેક્સિન માટે DCGI આપી મંજૂરી
X

કોરોના વાયરસ સામેની લડાઈમાં દેશને વધુ એક નવું હથિયાર મળ્યું છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ સિંગલ ડોઝ વેક્સિન સ્પુટનિક લાઇટના ઉપયોગને લીલી ઝંડી આપી દીધી છે. સ્પુટનિક લાઇટના ઉપયોગ માટે DCGI તરફથી લીલી ઝંડી મળ્યા બાદ હવે રશિયાની આ રસીનો ઉપયોગ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.

સ્પુટનિક લાઇટનો ઉપયોગ કરવાની પરવાનગી સાથે હવે દેશમાં કુલ નવ કોરોના રસીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું છે કે આનાથી કોરોના મહામારી સામેની સામૂહિક લડાઈને મજબૂતી મળશે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની વિષય નિષ્ણાત સમિતિએ બે દિવસ પહેલા આ સિંગલ-ડોઝ રસીના ઉપયોગ માટે ભલામણ કરી હતી. સ્પુટનિક લાઇટ વેક્સિન એ રશિયામાં વિકસિત રસી છે. આ રસીના એક ડોઝને લાગુ કર્યા પછી બીજા ડોઝની જરૂર રહેશે નહીં. અત્યાર સુધી દેશમાં જે આઠ રસીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો તે તમામ ડબલ ડોઝની છે.

Next Story