Connect Gujarat
દેશ

અમેઝોન-ફ્યૂચર વિવાદ:હાઇકોર્ટના તમામ આદેશ સુપ્રીમ કોર્ટે કર્યા રદ..!

સુપ્રીમ કોર્ટે ફ્યૂચર રિટેલ લિમિટેડ રિલાયન્સ રિટેલની સાથે વિલય સોદા સંબંધી દિલ્હી હાઈકોર્ટના જૂના આદેશોને મંગળવારે ફગાવી દીધા

અમેઝોન-ફ્યૂચર વિવાદ:હાઇકોર્ટના તમામ આદેશ સુપ્રીમ કોર્ટે કર્યા રદ..!
X

સુપ્રીમ કોર્ટે ફ્યૂચર રિટેલ લિમિટેડ રિલાયન્સ રિટેલની સાથે વિલય સોદા સંબંધી દિલ્હી હાઈકોર્ટના જૂના આદેશોને મંગળવારે ફગાવી દીધા. તેમાં એ આદેશ પણ છે જેમાં વિલય સોદા પર આગળ વધવાથી એફઆરએલને રોકનાર મધ્યસ્થના નિર્ણય પર રોકથી ઇન્કાર કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું, હાઈકોર્ટ દ્વારા જાહેર આદેશ અયોગ્ય હતો, તેને નામંજૂર કરવામાં આવે છે. હાઈકોર્ટ તમામ મુદ્દાઓ પર મેરિટના આધારે ફરીથી વિચાર કરીને નિર્ણય લે.ફ્યૂચર કૂપન અને ફ્યૂચર રિટેલે હાઈકોર્ટના એ આદેશને પડકાર્યો હતો જેમાં ફ્યૂચર રિટેલની અપીલ પર રાહત આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો.

ફ્યૂચર ગ્રુપે સિંગાપુર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરના નિયમો હેઠળ ઇમરજન્સી ઓર્બિટ્રેટર દ્વારા 25 ઓક્ટોબર 2020ના રોજ કરવામાં આવેલા આદેશ પર રોકની માંગ કરી હતી. આર્બિટ્રેશન સેન્ટરે ફ્યૂચર ગ્રુપ પર રિલાયન્સની પૂર્ણ સ્વામિત્વવાળી કંપનીથી 25 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ વેચાણ સોદા પર રોક લગાવી હતી.11 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આ અરજી પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. બેન્ચે કહ્યું, અમે 2 ફેબ્રુઆરી, 2021 અને 18 માર્ચ, 2021ના આદેશો અને 29 ઓક્ટોબર, 2021ના આદેશને રદ કરીએ છીએ. હાઈકોર્ટ અમારી ટિપ્પણીઓથી પ્રભાવિત થયા વગર આદેશ પાસ કરે તેવી માંગ કરવામાં આવી હતી .

Next Story