Connect Gujarat
દેશ

આર્મી ચીફ જનરલ એમ.એમ.નરવણેને ત્રણેય સેનાની ચીફ ઓફ સ્ટાફ કમિટીની જવાબદારી મળી

આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ ચીફ ઓફ સ્ટાફ કમિટી (COSC)ના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેમને દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બનાવવામાં આવે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી,

આર્મી ચીફ જનરલ એમ.એમ.નરવણેને ત્રણેય સેનાની ચીફ ઓફ સ્ટાફ કમિટીની જવાબદારી મળી
X

આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ ચીફ ઓફ સ્ટાફ કમિટી (COSC)ના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેમને દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બનાવવામાં આવે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ આ દરમિયાન બુધવારે તેમને COSCનું પદ સોંપવામાં આવ્યું હતું.

ત્રણેય સેનાના વડાઓની બનેલી સમિતિના અધ્યક્ષનું આ પદ દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવતના 8 ડિસેમ્બરના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન બાદ એ ખાલી પડ્યું હતું. સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે નવા CDS વિશે હજુ કોઈ ચર્ચા થઈ નથી, પરંતુ ત્રણેય સેવાઓના વડાઓમાં સૌથી વરિષ્ઠ હોવાના કારણે જનરલ નરવણેને COSC અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અને એનાથી આગામી સીડીએસ બનવાનો તેમનો દાવો મજબૂત બન્યો છે.IAF ચીફ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી 30 સપ્ટેમ્બરે, જ્યારે નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમારે 30 નવેમ્બરે પોતાનું પદ સંભાળ્યું હતું. એનાથી વિપરીત જનરલ નરવણેને આર્મી-પ્રમુખ બનાવ્યાને લગભગ બે વર્ષ થઈ ગયાં છે.61 વર્ષીય જનરલ નરવણેએ જનરલ બિપિન રાવતની નિવૃત્તિ પછી અને દેશના પ્રથમ CDS તરીકે પ્રમોશન પછી 31 ડિસેમ્બર, 2019ના રોજ ચીફ ઑફ આર્મી સ્ટાફ (COAS), એટલે કે આર્મી ચીફની જવાબદારી સંભાળી હતી.COSCએ ત્રણેય સેનાના વડાઓની બનેલી સમિતિ છે, જે ઓપરેશન અને અન્ય મુદ્દાઓને લઈને ત્રણેય સેના વચ્ચે તાલમેલ જાળવવાનું કામ કરે છે. જનરલ નરવણેને પણ એ જ રીતે જૂની પરંપરા હેઠળ COSCના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જે CDSના પદની રચના પહેલાં અમલમાં હતી. આ પરંપરા હેઠળ, ત્રણેય સૈન્યના વડાઓમાં સૌથી વરિષ્ઠ અધિકારીની COSCઅધ્યક્ષપદે નિમણૂક કરવામાં આવી હતી.

Next Story