Connect Gujarat
દેશ

અરવિંદ કેજરીવાલ આજે અને આવતીકાલે ગુજરાતની મુલાકાતે,વાંચો શું છે કાર્યક્રમ

અરવિંદ કેજરીવાલ ફરીવાર ગુજરાત આવશે. અરવિંદ કેજરીવાલ રાજ્યમાં આવીને પ્રચાર કરશે.

અરવિંદ કેજરીવાલ આજે અને આવતીકાલે ગુજરાતની મુલાકાતે,વાંચો શું છે કાર્યક્રમ
X

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા છે. ત્યારે દરેક રાજકીય પક્ષો પોતપોતાની રીતે તૈયારીમાં જોતરાઇ ગયા છે. તમામ પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર તેજ કરી દેવાયો છે. એવામાં અરવિંદ કેજરીવાલ ફરીવાર ગુજરાત આવશે. અરવિંદ કેજરીવાલ રાજ્યમાં આવીને પ્રચાર કરશે.

કેજરીવાલ અમદાવાદમાં વિવિધ એસોસિએશનના લોકો સાથે મુલાકાત પણ કરશે. તદુપરાંત કેજરીવાલ ઓટો ડ્રાઇવર્સ, ટ્રેડર્સ અને વકીલો સાથે પણ મુલાકાત કરશે.AAPના ટાઉનહોલ કાર્યક્રમ અંતર્ગત કેજરીવાલ સંવાદ કરશે. મહત્વનું છે કે, AAP તરફથી લોકોને મોટા મોટા વાયદા અપાઇ રહ્યાં છે.AAP દ્વારા અગાઉ વિદ્યાર્થીઓ અને ખેડૂતો માટે મોટી જાહેરાતો પણ કરાઇ છે. ત્યારે આજના સંવાદ કાર્યક્રમમાં પણ ફરીવાર વાયદાઓની લ્હાણી થઇ શકે છે. અરવિંદ કેજરીવાલે અગાઉ ચૂંટણીલક્ષી જીત હાંસલ કરવા ગુજરાતની જનતાને અનેક મોટા વાયદાઓ કર્યા હતા. જેમાં અરવિંદ કેજરીવાલે સુરતમાં દિલ્હી અને પંજાબ બાદ ગુજરાતમાં પણ સસ્તી વીજળી અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 'ગુજરાતમાં જો અમારી સરકાર બની તો સરકાર બનતાની સાથે જ 3 મહિનાની અંદર દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી મળશે. બીજી ગેરંટી એ કે જો વીજળી જ ના મળે તો, અમે દરેક પરિવારને 24 કલાક સુધી મફત વીજળી મળશે.'

Next Story