Connect Gujarat
દેશ

આર્યનખાન ડ્રગ્સ કેસ: NCP નેતા નવાબ મલિકે ભાજપના આ નેતા પર કર્યો મોટો આક્ષેપ, આર્યનનું અપહરણ કરી ખંડણી માંગવામાં આવી

મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં રાજ્યના મંત્રી અને NCP નેતા નવાબ મલિકે ફરી કેટલાક નવા ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે

આર્યનખાન ડ્રગ્સ કેસ: NCP નેતા નવાબ મલિકે ભાજપના આ નેતા પર કર્યો મોટો આક્ષેપ, આર્યનનું અપહરણ કરી ખંડણી માંગવામાં આવી
X

મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં રાજ્યના મંત્રી અને NCP નેતા નવાબ મલિકે ફરી કેટલાક નવા ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. તેમણે રવિવારે જણાવ્યુ હતું કે આ ડ્રગ્સ કેસનો માસ્ટરમાઇન્ડ ભાજપનો યુવા મોરચાનો અધ્યક્ષ મોહિત કંબોજ છે. તેના સમીર વાનખેડે સાથે સારા સંબંધ છે અને તેના દ્વારા 6 ઓકટોબરે વાનખેડે પર આરોપ લગાવ્યા બાદ બંનેની વચ્ચે 7 ઓકટોબરે એક કબ્રસ્તાન બહાર મુલાકાત થઈ હતી.મલિકે આરોપ લગાવ્યો કે મોહિત કંબોજ પર રૂ.1,100 કરોડની બેંક છેતરપિંડીનો આરોપ છે. તેઓ અગાઉ કોંગ્રેસમાં હતા, પરંતુ સરકાર બદલ્યા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. મોહિત કંબોજ દ્વારા શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તેમાં સુનીલ પાટીલ નામની વ્યક્તિ આ કેસનો માસ્ટર માઈન્ડ હોવાનું જણાવવામાં આવ્યું હતું. મોહિતે પાટિલને એનસીપી નેતા ગણાવ્યા હતા. મોહિતના આરોપો પર મલિકે કહ્યું કે તેઓ ક્યારેય સુનીલ પાટીલને મળ્યા નથી અને ન તો તેઓ NCPના કોઈ નેતા હતા. જણાવી દઈએ કે મોહિતે પાટીલને NCPના ફાઉન્ડર મેમ્બર હોવાનું જણાવ્યું હતું. આના પર મલિકે કહ્યું કે પાટીલની તસવીરો ગૃહમંત્રી અમિત શાહ સાથે છે. મનીષ ભાનુશાળીનો ફોટો વડાપ્રધાન સાથે પણ છે. અમે ફોટાને દોષ આપતા નથી. પરંતુ સુનિલ પાટીલ પણ છેતરપિંડી કરનારો છે અને વાનખેડેની ખાનગી આર્મીનો પ્લેયર છે. મલિકે કહ્યું કે આ સમગ્ર મામલો અપહરણ અને ખંડણીનો છે. આર્યન ખાન પોતે ટિકિટ ખરીદીને ક્રુઝ પર ગયો ન હતો. પ્રતિક ગાબા અને આમિર ફર્નિચરવાલા તેને ત્યાં લઈ આવ્યા હતા. આર્યનખાનનું ત્યાંથી અપહરણ કરીને 25 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. મોહિત કંબોજ ખંડણી માંગવામાં વાનખેડેનો ભાગીદાર છે. તેણે આરોપ લગાવ્યો કે આર્યન ખાનને ટ્રેપ કરવામાં આવ્યો છે, પરંતુ એક સેલ્ફીએ સમગ્ર ખેલ બગાડી દીધો છે.

Next Story