Connect Gujarat
દેશ

જમ્મુમાં આતંકવાદીઓનું મોટું ષડયંત્ર નિષ્ફળ, 10 કિલોથી વધુ વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો

જમ્મુ-કાશ્મીરમાં આજે આતંકવાદીઓનું એક મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું છે. આતંકવાદી ઘાટીમાં પોતાની દહેશત ફેલાવવા તલપાપડ છે.

જમ્મુમાં આતંકવાદીઓનું મોટું ષડયંત્ર નિષ્ફળ, 10 કિલોથી વધુ વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો
X

જમ્મુ-કાશ્મીરમાં આજે આતંકવાદીઓનું એક મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું છે. આતંકવાદી ઘાટીમાં પોતાની દહેશત ફેલાવવા તલપાપડ છે. તેવામાં ભારતીય સેના દ્વારા સતત તેમની આ યોજના નિષ્ફળ બનાવવામાં આવી રહી છે. આજે જમ્મુ પોલીસના ચોક્કસ ઇનપુટ્સ પર ત્રાલના બેહગુંડ વિસ્તારમાંથી લગભગ 10-12 કિલો વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો છે. જોકે હાલમાં પોલીસ અને સેના તેને નિષ્ક્રિય કરવાની કવાયતમાં લાગી છે

જમ્મુ-કાશ્મીરમાં આજે સવારે આતંકવાદીઓનું એક મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું છે. પોલીસના ચોક્કસ ઇનપુટ્સ પર ત્રાલના બેહગુંડ વિસ્તારમાંથી લગભગ 10-12 કિલો ied મળી આવ્યો છે. પોલીસ અને સેના તેને નિષ્ક્રિય કરવાની કવાયતમાં લાગી છે. મહત્વનું છે કે, આ અગાઉ શ્રીનગરના પ્રખ્યાત નિશાંત ગાર્ડન બહાર અચાનક વિસ્ફોટ થયો હતો, જેના કારણે આ અકસ્માતમાં એક નાગરિક ઘાયલ થયો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વિસ્ફોટ ફોરશોર રોડ મુઘલ ગાર્ડન બહાર દાલ તળાવના કિનારે થયો હતો. આ વિસ્ફોટમાં એક નાગરિક ઘાયલ થયો હતો રવિવારે સૈન્યના જવાનોને રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક એક ઉચ્ચ પ્રશિક્ષિત લશ્કર-એ-તૈયબાના માર્ગદર્શકની ધરપકડ કરી હતી. જેણે પાકિસ્તાન આર્મી ગુપ્તચર એકમ માટે પણ કામ કર્યું હતું. અધિકારીઓનું કહેવું છે કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ના સબઝકોટ ગામનો રહેવાસી 32 વર્ષીય તબરીક હુસૈન જ્યારે નિયંત્રણ રેખા પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેના કહેવા પ્રમાણે છ વર્ષમાં બીજી વખત તેની ધરપકડ કરવામાં આવી છે.

Next Story