Connect Gujarat
દેશ

દેશભરમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે સીબીઆઈની મોટી કાર્યવાહી, વાંચો શું છે ઓપરેશન મેઘદૂત

દેશભરમાં ચાઈલ્ડ સેક્સ્યુઅલ પોર્નોગ્રાફી મામલે સીબીઆઈની મોટી કાર્યવાહી કરતા જોવા મળી રહી છે. સીબીઆઈ 20 રાજ્યોમાં 56 જગ્યા પર દરોડા પાડી રહી છે.

દેશભરમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે સીબીઆઈની મોટી કાર્યવાહી, વાંચો શું છે ઓપરેશન મેઘદૂત
X

દેશભરમાં ચાઈલ્ડ સેક્સ્યુઅલ પોર્નોગ્રાફી મામલે સીબીઆઈની મોટી કાર્યવાહી કરતા જોવા મળી રહી છે. સીબીઆઈ 20 રાજ્યોમાં 56 જગ્યા પર દરોડા પાડી રહી છે. સીબીઆઈએ આ કાર્યવાહીને 'ઓપરેશન મેઘદૂત' નામ આપ્યું છે.સીબીઆઈના જણાવ્યા અનુસાર, આવી ઘણી ગેંગની ઓળખ કરવામાં આવી છે જે માત્ર ચાઇલ્ડ સેક્સ્યુઅલ પ્રોનોગ્રાફી સાથે સંબંધિત સામગ્રી નો જ ઉપયોગ કરતી નથી, પરંતુ બાળકોને શારીરિક રીતે બ્લેકમેલ પણ કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ગેંગ બન્ને રીતે કામ કરે છે જેમાં જૂથ બનાવીને કે વ્યક્તિગત રીતે પણ કામ કરે છે સીબીઆઇને આ કેસના ઇનપુટ ઇન્ટરપોલના માધ્યમથી સિંગાપુરથી મળ્યા હતા, જે બાદ હવે સીબીઆઈ એક્શનમાં આવી ગઇ છે. સીબીઆઈના આ દરોડા દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, પટના સહિત 20 રાજ્યોમાં ચાલી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, ગત વર્ષે પણ આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, જેનું નામ હતું 'ઓપરેશન કાર્બન'.દેશમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી નો આ પહેલો મામલો નથી. ચાઈલ્ડ પોર્નોગ્રાફી દેશમાં ચિંતાનો વિષય બની છે. સુપ્રીમ કોર્ટે ચાઈલ્ડ પોર્નોગ્રાફી વીડિયો સતત સોશિયલ મીડિયા પર અપલોડ થવા પર પણ ચિંતા વ્યક્ત કરી છે.

Next Story