Connect Gujarat
દેશ

ડેલ્ટા+ વેરિયન્ટ અંગે કેન્દ્રની ગાઇડલાઇન્સ જાહેર, વાંચો ગુજરાતના કયા જીલ્લામાં અપાયું એલર્ટ

ડેલ્ટા+ વેરિયન્ટ અંગે કેન્દ્રની ગાઇડલાઇન્સ જાહેર, વાંચો ગુજરાતના કયા જીલ્લામાં અપાયું એલર્ટ
X

કેન્દ્ર સરકારે 8 રાજ્યોને પત્ર લખીને કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ અંગે અલર્ટ કર્યા છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે 8 રાજ્યોના મુખ્ય સચિવને પત્ર લખીને ડેલ્ટા પ્લસનો સામનો કરવાની તૈયારીઓ શરૂ કરવા માટે જાણ કરી છે.

જેમાંથી આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, પંજાબ, કર્નાટક, રાજસ્થાન અને તમિલનાડુ સામેલ છે.પત્રમાં કેન્દ્રએ કહ્યું છે કે દેશમાં કોરોનાના આ પ્રકારનાં કેસો ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને વેક્સિનેશનની ગતિ વધારવાની જરૂર છે. જ્યાં પણ ડેલ્ટા પ્લસના કેસો જોવા મળે છે ત્યાં કડક નિયંત્રણની વ્યવસ્થા થવી જોઈએ.

આમાં અચકાશો નહીં. કેન્દ્રએ 10 જિલ્લામાં અલર્ટ પણ જાહેર કર્યું છે. જેમાં ગુજરાતના સુરત જિલ્લાનો સમાવેશ થાય છે. જે રાજ્યો અથવા જિલ્લામાં ડેલ્ટા પ્લસના દર્દીઓ મળે, ત્યાં ભીડ પર રોક લાદવાથી લઈને લોકો જૂથમાં ના મળે તેની સાથે પરિવહન સામે નિયંત્રણ રાખવાની જરૂર છે.

આ અંગે તાત્કાલિક ઉપાય કરવો જોઇએ.જે જિલ્લાઓમાં ડેલ્ટા પ્લસના કેસ મળ્યા છે, ત્યાં તાત્કાલિક ધોરણે કન્ટેનમેન્ટ ઝોન બનાવવા જોઇએ. પ્રતિબંધોનો કડકાઈથી અમલ કરાવવો જોઇએ. કોરોના સંક્રમિત દર્દીઓમાંથી મળેલા નમૂનાઓને તાત્કાલિક ભારતીય SARS-CoV-2 જીનોમિક કંસોર્શિયા (INSACOG)ની પ્રયોગશાળામાં મોકલવા જોઇએ.

Next Story