Connect Gujarat
દેશ

ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે છઠ્ઠા તબક્કાનું મતદાન શરૂ,

ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે છઠ્ઠા તબક્કાનું મતદાન શરૂ,
X

ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાશે. 10 જિલ્લાની 57 સીટ પર મતદાન શરૂ થયું છે. જો કે તમામની નજર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર રહેશે, જેઓ પહેલી વખત વિધાનસભા ચૂંટણી લડી રહ્યાં છે.

સીએમ યોગી આદિત્યનાથે પ્રથમ વોટ આપ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિર રોડ સ્થિત સ્કૂલમાં જઈને વોટ આપ્યો અને પ્રથમ મતદારોમાં સામેલ રહ્યા. મતદાન અગાઉ તેમણે ગોરખનાથ મંદિરમાં પૂજા કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લુ અને ભાજપ છોડીને સપામાં ગયેલા સ્વામી પ્રસાદ મોર્ય પર પણ નજર રહેશે. ગત ચૂંટણીમાં ભાજપે અહીં 57માંથી 46 સીટ જીતીને મોટી સફળતા મેળવી હતી.

છઠ્ઠા તબક્કામાં ગોરખપુર, દેવરિયા, આંબેડકરનગર, બસ્તી, બલિયા, બલરામપુર, સંતકબીરનગર, કુશીનગર, મહારાજગંજ અને સિદ્ધાર્થનગરમાં મતદાન થશે. આ તબક્કામાં કટેહરી, ટાંડા, આલાપુર, જલાલપુર, અકબરપુર, તુલસીપુર, ગૈનસારી, ઉતરૌલા, બલરામપુર, શોહરતગઢ, કપિલવસ્તુ, બાંસી, ઈટવા અને ડુમરિયાગંજમાં પણ મતદાન થશે.

Next Story