આજે ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી તાજા આંકડા જારી કરવામાં આવ્યા છે. મંત્રાલય અનુસાર ગત 24 કલાકમાં 43, 263 નવા કોરોનાના કેસ આવ્યા. આના એક દિવસમાં 43 263 નવા કોરોનાના કેસ આવ્યા છે. આના એક દિવસ પહેલા 37,875 કેસ આવ્યા હતા. ત્યારે ગત 24 કલાકમાં 338 કોરોના સંક્રમણની મોત થયા છે. 40567 લોકો સાજા થયા છે એટલે કે 2358 એક્ટિવ કેસ વધી ગયા.
કેરળમાં બુધવારે કોવિડના 30,196 નવા મામલા સામે આવ્યા. આ સાથે કેરળમાં કોરોનાના કુલ કેસ વધીને 42 લાખ 83 હજાર 494 થઈ ગયા. જ્યારે 181 અને દર્દીના મોત બાદ મૃતકની સંખ્યા 22001 પર પહોંચી ગઈ. રાજ્યમાં સતત 5 દિવસ સુધી દૈનિક નવા મામલાની સંખ્યા 30 હજારથી ઓછી રહ્યા બાદ આજે ફરી એક વરા તે 30 હજારને પાર થઈ ગઈ. ત્યારે મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાના 4174 નવા મામલા સામે આવ્યા અને 65 લોકોના મોત થયા છે. જેનાથી સંક્રમિતોની સંખ્યા વધીને 64 લાખ 97 હજાર 872 થઈ ગયા. અહીં મૃતકોની સંખ્યા 1 લાખ 37 હજાર 962 થઈ ગઈ.
દેશમાં અત્યાર સુધીમાં 3 કરોડ 31 લાખ 39 હજાર 981 લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 4 લાખ 41 હજાર 749 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધી 3 કરોડ 23 લાખ 4 હજાર 618 લોકો સાજા થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 3 લાખ 93 હજાર 614 છે. ત્યારે 8 સપ્ટેમ્બર સુધી 71 કરોડ 65લાખ 97 હજાર રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે 53.68 કરોડ ટેસ્ટ કરાઈ ચૂક્યા છે. દેશમાં મૃત્યુ દર 1.33 ટકા છે જ્યારે રિકવરી રેટ 97.48 ટકા છે. 1.18 ટકા એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસ મામલે ભારત બીજા સ્થાન પર છે. જ્યારે અમેરિકા, બ્રાઝિલ બાદ સૌથી વધારે મોત થયા છે.