Connect Gujarat
દેશ

દેશમાં એક દિવસમાં કોરોના કેસમાં 11 ટકાનો ઉછાળો, છેલ્લા 24 કલાકમાં 1778 નવા કેસ, 62 દર્દીઓના મોત

દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સતત ચોથા દિવસે બે હજારથી ઓછા કેસ નોંધાયા છે

દેશમાં એક દિવસમાં કોરોના કેસમાં 11 ટકાનો ઉછાળો, છેલ્લા 24 કલાકમાં 1778 નવા કેસ, 62 દર્દીઓના મોત
X

દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સતત ચોથા દિવસે બે હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1778 નવા કેસ અને 62 દર્દીના મોત થયા છે. મંગળવારે 1581 નવા કેસ 33 સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે 1,549 નવા કેસ અને 31 સંક્રમિતોના મોત થયા હતા.. રવિવારે દેશમાં કોરોના વાયરસના 1,761 નવા મામલા નોંધાયા હતા અને 127 લોકોના મોત થયા હતા.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 826 લોકો ઠીક થયા છે, જે બાદ હવે એક્ટિવ મામલાની સંખ્યા ઘટીને 23,087 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,16,605 પર પહોંચ્યો છે.. દેશમાં અત્યાર સુધીમાં 181,89,15,234 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 33,13,290 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.

Next Story