દેશમાં કોરોના વાયરસ સંક્રમણનાં કેસમાં ઘટાડો નોંધાયો છે. ગત કેટલાંક દિવસોથી કોરોનાનાં નવાં કેસ ત્રણ હજારથી પણ ઓછા નોંધાયા છે. જોકે મોતનાં કેસ હજુ પણ યથાવત છે. શુક્રવારે સવારે સ્વાસ્થ્ય મત્રાલય તરફથી જાહેર આંકડાં અનુસાર દેશમાં ગત 24 કલાકમાં કોરોના સંક્રમણથી 149 લોકોનાં મોત થઇ ગયા છે.સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલાં આંકડા અનુસાર, દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણથી 2528 નવાં કેસ દાખલ કર્યાં છે.
આ સાથે જ 24 કલાકમાં 3997 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ સમયે દેશમાં કોરોનાનાં 29,181 એક્ટિવ કેસ છે. સાથે જ રોજનાં પોઝિટિવિટી કેસનો દર 0.40 ટકા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ સંક્રમણથી કૂલ 5,16,281 લોકોનાં મોત થઇ ગયા છે. સાથે જ અત્યા સુધી કૂલ 4.24 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમણથી સ્વસ્થ થઇ ગયા છે. તો દેશમાં રિકવરી રેટ 98.73 ટકા છે. તો દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 78.18 કરોડ ટેસ્ટ કરવામાં આવી ચુક્યાં છે. ગત 24 કલાકમાં દેશમાં 6,33,867 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.