દેશમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું, છેલ્લા 24 કલાકમાં 918 નવા કેસ નોંધાયા
BY Connect Gujarat Desk20 March 2023 4:37 AM GMT

X
Connect Gujarat Desk20 March 2023 4:37 AM GMT
દેશમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે અને કેસમાં વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 918 નવા કેસ નોંધાયા છે, એક્ટિવ કેસ વધીને 6350 થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.08 ટકા છે, જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 0.86 ટકા છે.
અત્યાર સુધીમાં 92.03 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 44,225 ટેસ્ટ કરાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 479 લોકો કોરોથી સાજા થયા છે અને કુલ 4,41,59,182 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.
Next Story