Connect Gujarat
દેશ

કોરોનાએ ફરી ચિંતા વધારી: એકટીવ દર્દીઓ 20 હજારની નજીક, ગઈકાલ કરતા 25 ટકા વધુ કેસ, 31ના મોત..

દેશમાં ફરી એકવાર કોરોનાએ ચિંતા વધારી છે. વધતા સંક્રમણથી સામાન્ય લોકોની સાથે સરકારની ચિંતા વધી ગઈ છે.

કોરોનાએ ફરી ચિંતા વધારી: એકટીવ દર્દીઓ 20 હજારની નજીક, ગઈકાલ કરતા 25 ટકા વધુ કેસ, 31ના મોત..
X

દેશમાં ફરી એકવાર કોરોનાએ ચિંતા વધારી છે. વધતા સંક્રમણથી સામાન્ય લોકોની સાથે સરકારની ચિંતા વધી ગઈ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ બુધવારના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,205 કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં લગભગ 25 ટકા વધુ છે.

આ દરમિયાન 31 દર્દીઓએ પણ જીવ ગુમાવ્યો હતો. જો કે છેલ્લા 24 કલાકમાં 2802 લોકોને રજા આપવામાં આવી છે. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા પણ વધીને 19,509 થઈ ગઈ છે, જે આવનારા સમયમાં સમસ્યા ઊભી કરી શકે છે. રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 5,23,920 લોકોના મોત થયા છે. જણાવી દઈએ કે મંગળવારે જાહેર કરાયેલા આંકડામાં છેલ્લા 24 કલાકમાં 2,568 કેસ સામે આવ્યા છે અને 20 લોકોના મોત થયા છે. તે જ સમયે, સૌથી મોટી ચિંતા એ છે કે 40 ટકા નવા કેસ રાજધાની દિલ્હીમાંથી મળી રહ્યા છે.

Next Story