દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ અઢી લાખ કરતા પણ વધારે નોંધાયા છે. જોકે એકંદરે કેસમાં ઘટાડો પણ થયો છે. પરંતુ મૃત્યુંઆંક હજુ પણ ચીંતાનો વિષય બન્યો છે. હાલ ભારતમાં કોરોના સંક્રમણ દર 15.2 ટકા છે. દેશમાં 22 લાખ એક્ટિવ કેસ છે. ગઈકાલે 3 લાખ 6 હજાર કેસ નોંધાયા હતા જેની સરખામણીએ આજે ઓછા કેસ નોંધાયા છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,55,874 કેસ નોંધાયા છે. તો તેની સામે 2,67,753 લોકો રિકવર પણ થયા છે. જોકે 614 લોકોના મોત યા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે દેશમાં કુલ 4,90,462 લોકોના મોત થયા છે. હાલ પણ ચિંતાનો વિષય એ છે કે મોતનો આકડો વધી રહ્યો છે અને એક્ટિવ કેસની સંખ્યા પણ 22 લાખ ઉપર પહોચી ગઈ છે. જો ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કાલકમાં 16 લાખ કરતા પણ વધારે ટેસ્ટ સકરવામાં આવ્યા હતા. અત્યાર સુધી દેશમાં 71.88 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે વેક્સિનેશનની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ 162.92 કરોડ વેક્સિનના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. તેમા પણ હવે ઓમિક્રોનના બે નવા સબ વેરિએંટની ભારતમાં એન્ટ્રી થઈ છે. જે અત્યાર સુધીનો સૌથી ઘાતક વેરિએંટ હોવાનું સામે આવ્યું છે. સાથેજ કોરોનાની ત્રીજી લહેર માટે પણ ઓમિક્રોન વેરિએંટ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.