Connect Gujarat
દેશ

કોરોનાનું સંકટ વધુ ઘેરાયું, દેશમાં 24 કલાકમાં 44 હજારથી વધુ કેસ નોધાયા

કોરોનાનું સંકટ વધુ ઘેરાયું, દેશમાં 24 કલાકમાં 44 હજારથી વધુ કેસ નોધાયા
X

શુક્રવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી આંકડા અનુસાર ગત 24 કલાકમાં 44, 230 નવા કોરોના કેસ આવ્યા. 555 સંક્રમિતોના જીવ ગયા. કેરળમાં સૌથી વધારે 22,064 નવા મામલા સામે આવ્યા છે. જો કે દેશભરમાં 24 કલાકમાં 42,360 લોકો સાજા થયા છે એટલે કે કાલે 1315 એક્ટિવ કેસ વધ્યા છે.

દેશમાં અત્યાર સુધીમાં કુલ કેસ 3 કરોડ 15 લાખ 72 હજાર નોંધાયા છે. જેમાંથી 4 લાખ 23 હજાર 217 લોકોના મોત થયા છે. ત્યારે 3 કરોડ 7 લાખ 43 હજાર લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4 લાખથી વધારે છે. કુલ 4 લાખ 5 હજાર 155 લોકો હજું પણ કોરોના વાયરસથી સંક્રમિત છે. જેની સારવાર ચાલી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 29 જુલાઈ સુધી દેશભરમાં 45 કરોડ 60 લાખ કોરોનાની રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે. ગત 51 લાખ 83 હજાર રસી લગાવાઈ છે. ત્યારે આઈસીએમઆર અનુસાર અત્યાર સુધી 46 કરોડ 46 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ગત દિવસોમાં 18.16 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે. દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.34 ટકા છે. જ્યારે રિકવરી રેટ 97 ટકાથી વધારે. એક્ટિવ કેસ 1.28 ટકા છે અને કોરોનાના એક્ટિવ કેસના મામલામાં દુનિયામાં ભારત 7માં સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલામાં ભારત બીજા નંબર પર છે. જ્યારે અમેરિકા, બ્રાઝિલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.

Next Story