Connect Gujarat
દેશ

Covid-19 : દેશમાં આજે 1,61,386 નવા કેસ નોંધાયા, 1733 લોકોના થયા મોત

છેલ્લા 24 કલાકમાં 1,61,386 નવા કેસ નોંધાયા છે અને 1733 લોકોના મોત થયા છે

Covid-19 : દેશમાં આજે 1,61,386 નવા કેસ નોંધાયા, 1733 લોકોના થયા મોત
X

ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા હતા પરંતુ છેલ્લા થોડા દિવસોથી ઘટી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ કેરળ, તમિલનાડુમાં સામે આવી રહ્યા છે. ફેબ્રુઆરીના સતત બીજા દિવસે બે લાખથી ઓછા કેસ નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,61,386 નવા કેસ નોંધાયા છે અને 1733 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,81,109 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 16,21,603 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 9.26 ટકા છે.

દેશમાં 1 ફેબ્રુઆરીએ 17,42,793 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 73,24,39,986 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

કુલ એક્ટિવ કેસઃ 16.21,603

કુલ ડિસ્ચાર્જઃ 3,95,11,307

કુલ મૃત્યુઆંકઃ 4,97,975

કુલ રસીકરણઃ 167,29,42,707 (જેમાંથી ગઈકાલે 57,42,659 ડોઝ આપવામાં આવ્યા હતા.)

Next Story