Connect Gujarat
દેશ

મણિપુરના ઇમ્ફાલમાં લગાવાયું કરફ્યુ, ઉશ્કેરાયેલી ભીડે પોલીસની ગાડીઓમાં ચાંપી આગ......

જુલાઈથી ગુમ થયેલા બે યુવાનોના મૃતદેહના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં આ હિંસા શરૂ થઈ હતી

મણિપુરના ઇમ્ફાલમાં લગાવાયું કરફ્યુ, ઉશ્કેરાયેલી ભીડે પોલીસની ગાડીઓમાં ચાંપી આગ......
X

મણિપુરમાં 5 મહિના પહેલા શરૂ થયેલી હિંસાના પડઘા પણ છે. હિંસામાં ઇન્ટરનેટ અને શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. તણાવને જોતાં ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમમાં કરફ્યુ લગાવવામાં આવ્યું છે. જુલાઈથી ગુમ થયેલા બે યુવાનોના મૃતદેહના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં આ હિંસા શરૂ થઈ હતી. વિરોધની શરૂઆત સૌપ્રથમ ઇમ્ફાલમાં થઇ હતી. સિંગજેઈની શેરીઓમાં પોલીસ અને વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. વાહનોને આગ ચાંપવામાં આવી હતી. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. વિરોધ પ્રદર્શન બુધવારે (27 સપ્ટેમ્બર) ચાલુ રહ્યું હતું.

આ દરમિયાન ઘણા પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળોના જવાનો ઘાયલ થયા હતા. દેખાવકારોને થયેલી ઈજાઓ અંગે મુખ્યમંત્રી એન બિરેન સિંહે કહ્યું હતું કે "જો સુરક્ષા દળોએ ગોળીઓ કે કોઈ ઘાતક હથિયારનો ઉપયોગ કર્યો હશે તો સરકાર તેને સહન કરશે નહીં અને તેમની સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે." ગંભીર ઇજાઓના કિસ્સામાં તપાસ હાથ ધરવામાં આવશે અને તેમને ન્યાય અપાવવામાં આવશે. તેમણે કહ્યું કે તેમને માહિતી મળી હતી કે બદમાશોએ સુરક્ષા દળો પર લોખંડની વસ્તુઓ ફેંકી હતી, જેના કારણે ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.

Next Story