/connect-gujarat/media/post_banners/af775aac66516d2f430b4096fd6c17e54d3b2f066a804e18f71b7d358309b0ff.webp)
દિવના નાગવા એરપોર્ટના મુખ્ય દરવાજાના પીલર અને લોખંડના ગેટ સાથે કાર ચાલકનો અક્સ્માત સર્જાતા કારમાં બેઠેલા એક યુવાનનુ મોત નિપજ્યું હતું. સંઘ પ્રદેશ દિવના નાગવા બીચ પર કોડીનારના ચાર મિત્રો ફરવા આવ્યા હતા. નાગવાથી દિવ તરફ જતી વખતે નાગવા એરપોર્ટ પર કોડીનારના ફોર વ્હીલ ચાલક કેફી પીણાના નશામાં એરપોર્ટના મુખ્ય દરવાજા સાથે અકસ્માત સર્જતા કોડીનારના સિંધી યુવાન પરેશ પરમાનંદ બજાજનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ મિત્રોને ઈજા પહોંચી હતી. દિવ પોલીસે ડ્રાઈવર સેનકી વિજય બજાજને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ ચેક કરતા 137 પોઝિટિવ આવતાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી નશો કરીને અકસ્માત સર્જી સરકારી મિલકતને નુકશાન કરી એક યુવાનનું કરુણ મોત નીપજાવ્યાની પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો હતો.