Connect Gujarat
દેશ

DRDOએ પિનાકા રોકેટના અપગ્રેડેડવર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું

પિનાકા રોકેટ પ્રક્ષેપણ પ્રણાલીનીક્ષમતાને વધારતા ડીઆરડીઓએ શનિવારે તેના નવા સંસ્કરણ પિનાકા-ઇઆર (એક્સ્ટેન્ડેડરેન્જ)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.

DRDOએ પિનાકા રોકેટના અપગ્રેડેડવર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું
X

પિનાકા રોકેટ પ્રક્ષેપણ પ્રણાલીનીક્ષમતાને વધારતા ડીઆરડીઓએ શનિવારે તેના નવા સંસ્કરણ પિનાકા-ઇઆર (એક્સ્ટેન્ડેડરેન્જ)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.પોખરણ રેન્જમાં આ મલ્ટી-બેરલ રોકેટલોન્ચર સિસ્ટમનું પરીક્ષણ પૂર્ણ થયું હતું. પિનાકા રોકેટ પ્રક્ષેપણપ્રણાલીની ક્ષમતાને વધારતા ડીઆરડીઓએ શનિવારે તેના નવા સંસ્કરણ પિનાકા-ઇઆરનુંસફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. પોખરણ રેન્જમાં આ મલ્ટી-બેરલ રોકેટ લોન્ચરસિસ્ટમનું પરીક્ષણ પૂર્ણ થયું હતું.DRDOએ તેને આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ અને પુણેની હાઈએનર્જી મટીરિયલ રિસર્ચ લેબોરેટરી સાથે મળીને તૈયાર કર્યું છે. આ ટેક્નોલોજીનેભારતીય ઉદ્યોગ ક્ષેત્રમાં સ્થાનાંતરિત કરવામાં આવી છે. માહિતી અનુસાર ER પિનાકા છેલ્લા એક દાયકાથી સેનામાં સેવા આપી રહેલાપિનાકાનું સુધારેલું સંસ્કરણ છે. આ સિસ્ટમને નવી ટેક્નોલોજી સાથે ઉભરતીજરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. તાજેતરમાં, ચીન સાથેના તણાવ વચ્ચે, ભારતે તેની બાહુબલી 'પિનાક' રોકેટ સિસ્ટમને વાસ્તવિક નિયંત્રણ રેખા પર તૈનાતકરી છે. ભગવાન શિવના ધનુષ 'પિનાક'ના નામ પરથી આમલ્ટી-બેરલ રોકેટ લોન્ચર સંપૂર્ણપણે સ્વદેશી છે, જેને સંરક્ષણસંશોધન અને વિકાસ સંગઠન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

Next Story