ભારત સરકારે આજે પદ્મ એવોર્ડસ 2022ની કરી જાહેરાત, સીડીએસ જનરલ બિપિન રાવતને પદ્મ વિભૂષણથી સન્માનિત કરાશે

ભારત સરકારે આજે પદ્મ એવોર્ડસ 2022ની જાહેરાત કરી છે. સીડીએસ જનરલ બિપિન રાવતને પદ્મ વિભૂષણ(મરોણોપરાંત)થી સન્માનિત કરાશે

New Update

ભારત સરકારે આજે પદ્મ એવોર્ડસ 2022ની જાહેરાત કરી છે. સીડીએસ જનરલ બિપિન રાવતને પદ્મ વિભૂષણ(મરોણોપરાંત)થી સન્માનિત કરાશે જ્યારે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણ અપાશે.

ગુજરાતમાંથી સ્વામી સચ્ચિદાનંદને સાહિત્ય અને શિક્ષણમાં પ્રદાન માટે પદ્મ ભૂષણ એવોર્ડ અપાશે. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રૈ સ્વામી સચ્ચીદાનંદને પદ્મ ભુષણ એવોર્ડ મળ્યો છે. ડો. લતા દેસાઈને મેડિસિનમાં પદ્મશ્રી એવોર્ડ, માલજી દેસાઈને જાહેર પબ્લિક અફેર્સમાં એવોર્ડ, ખલીલ ધનતેજવીને સાહિત્ય અને શિક્ષણમાં મરણોત્તરણ પદ્મશ્રી એવોર્ડ, સવજી ધોળકીયાને સોશ્યલ વર્ક ક્ષેત્રે અપાયો પદ્મશ્રી એવોર્ડ અને રમીલા બેન ગામિતને સામાજીક ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાશે. જે એમ વ્યાસને વિજ્ઞાન અને ઈજનેર ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાશે.

Latest Stories