ગુજરાતના આઈએએસ અધિકારી બન્યા યુપીમાં મંત્રી, જાણો કોણ છે ...
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમતી અપાવનાર યોગી આદિત્યનાથે શુક્રવારે સતત બીજી વખત પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમતી અપાવનાર યોગી આદિત્યનાથે શુક્રવારે સતત બીજી વખત પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. યોગીની સાથે તેમના નવા મંત્રીમંડળે પણ શપથ લીધા. નવા મંત્રીમાં એક નામની ખાસ ચર્ચા રહી, જે છે અરુણકુમાર શર્મા. એકે શર્મા તરીકે ઓળખાતા અરુણકુમાર વડાપ્રધાન મોદીના ઘણાં જ નજીકના માનવામાં આવે છે. 2001થી 2013 સુધી એકે શર્માએ તેમની સાથે કામ કર્યું છે
નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે લગભગ 2001થી 2013 સુધી એકે શર્માએ તેમની સાથે કામ કર્યું. શર્માની ગણતરી મોદીના સૌથી વિશ્વાસુ અધિકારીઓમાં થતી હતી. ટાટા નેનો પ્રોજેક્ટને ગુજરાત લાવવામાં પણ એકે શર્માની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી. ગુજરાતમાં મોટા પાયે રોકાણ કરાવવામાં પણ તેમનું ખાસ યોગદાન રહ્યું હતું. એટલે જ જ્યારે મોદી ગુજરાતથી દિલ્હી આવ્યા એટલે કે વડાપ્રધાન બન્યા તો એકે શર્માને પણ PMOમાં લઈ આવ્યા હતા.યોગી મંત્રીમંડળ 2.0માં મંત્રી બનેલા અરવિંદકુમાર શર્મા વર્ષ 1988 બેંચના ગુજરાત કેડરના IAS અધિકારી હતા.
અરવિંદકુમાર શર્મા વર્ષ 2014માં જોઈન્ટ સેક્રેટરી તરીકે PMOમાં આવ્યા અને વર્ષ 2017માં તેમને એડિશનલ સેક્રેટરી બનાવવામાં આવ્યા. એકે શર્મા મૂળરૂપથી UPના મઉ જિલ્લાના રહેવાસી છે. એકે શર્મા ભૂમિહાર બ્રાહ્મણ સમુદાયથી આવે છે.2021માં VRS લીધા બાદ તેઓએ ભાજપ જોઈન કર્યું હતું. તેમને વિધાન પરિષદ માટે પસંદ કરવામાં આવ્યા હતા. એકે શર્મા સંગઠનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ બન્યા, ઉત્તરપ્રદેશની ચૂંટણીની તારીખ જાહેર થઈ તે પહેલાંથી જ લગભગ આખા પ્રદેશમાં ફરીને પાર્ટીના સંગઠનને મજબૂત કરવાનું કામ કર્યું. જે બાદ UPના રાજકારણમાં અટકળોનું બજાર ગરમ થઈ ગયું. કહેવામાં આવતું કે તેમને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સમક્ષ જેમ તૈયાર કરવામાં આવી રહ્યાં છે પરંતુ બાદમાં પાર્ટી તરફથી જ આ શક્યતાઓને શાંત કરવામાં આવી હતી.