પીએમ નરેન્દ્ર મોદી આવતા સપ્તાહે એક મોટી યોજના લોન્ચ કરશે.કેન્દ્ર સરકાર તરફથી યુનિક હેલ્થ આઈડી આપવામાં આવશે.27 સપ્ટેમ્બરે પી.એમ.મોદી ડિજિટલ હેલ્થ મિશન લોન્ચ કરશે. આ બાબતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ માહિતી આપી છે.યુનિક હેલ્થ કાર્ડમાં વ્યક્તિનો તમામ રેકર્ડ હશે તો આ યુનિક હેલ્થ કાર્ડ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર પરથી તૈયાર થશે.
આ હેલ્થ કાર્ડ આપવા પાછળનો મુખ્ય ઉદેશ દેશના દરેક વ્યક્તિની સ્વાસ્થ્ય પ્રણાલીને વધુ શ્રેષ્ઠ કરવાનો છે.પ્રધાનમંત્રી હેલ્થ મિશન અત્યારે પાયલોટ પ્રોજેક્ટના રૂપમાં ચાલે છે.આ પ્રોજેક્ટ અંતર્ગત દાદરાનગર હવેલી, લક્ષદીપ, આંદામાન નિકોબારમાં આંકડા એકત્ર કરવામાં આવી રહ્યા છે. હવે તે દેશભરમાં લાગુ કરવામાં આવશે.
આ યોજના પીએમ મોદીની મોટી યોજનાઓમાંની એક હશે જેના દ્વારા દેશના છેવાડાના માનવી સુધી સ્વાસ્થ્યની સારવાર પહોંચે તે દિશામાં લાગુ કરવામાં આવશે.
/connect-gujarat/media/media_files/2025/07/12/new-thumblain-2025-07-12-21-25-36.jpg)