પાકિસ્તાની મૂળની એક મહિલાને ગેરકાયદેસર રહેવા બદલ ભારતમાં જેલની સજા થઈ હતી. જ્યાં તેને દીકરી પણ થઈ હતી. પતિએ ત્યજી દેવાના કારણે વતન જવા માટે સ્થાનિકોએ એક લાખ રૂપિયાની મદદ કરી હતી.પાકિસ્તાની મૂળની એક મહિલા ભારતીય જેલમાં ચાર વર્ષ પસાર કરી છેવટે પાકિસ્તાન તેના દેશમાં બોલાવવા માટે તૈયારી કરી લીધી છે.
સુમાયરા નામની આ મહિલા 4 વર્ષ સુધી જેલમાં રહ્યા બાદ અત્યાર સુધી ડિટેન્શન સેન્ટરમાં તેની ચાર વર્ષની દીકરી સાથે રહે છે. પાકિસ્તાન સરકારે મહિલા માટે સીટીઝનશીપ સર્ટિફિકેટ ઈશ્યું કરવામાં આવ્યું છે, જેથી મહિલાને પાકિસ્તાન જવા માટે માર્ગ મોકળો બની શકે.આ અગાઉ મુસ્લિમ લીગ-નવાજ (PML-N)ના સાંસદ ઈરફાન સિદ્દીકીએ સોમવારે પાકિસ્તાની મૂળના સુમાયરાનો મુદ્દો સંસદમાં રજૂ કર્યો હતો.રાષ્ટ્રીય ડેટાબેઝ અને નિયામક પ્રાધિકરણની મદદથી સુમાયરા પાકિસ્તાનમાં રહેતા પરિવારની ખરાઈ કરવામાં આવી છે.
પાકિસ્તાનના અખબાર ડોનના એક અહેવાલ પ્રમાણે પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશિદ અહેમદે ગુરુવારે જાહેરાત કરી હતી કે તેમનું મંત્રાલય સમાયરા માટે નાગરિકતા પ્રમાણપત્ર ઈશ્યુ કર્યું છે. મંત્રી શેખ રશિદ અહેમદે કહ્યું હતું કે પ્રમાણપત્ર વિદેશ મંત્રાલયને મોકલી આપવામાં આવ્યું છે, હવે અહીં નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશન તેને એક ટ્રાવેલ ડોક્યુમેન્ટ ઇશ્યૂ કરશે,જેથી તેને પોતાની ચાર વર્ષની દીકરી સાથે પાકિસ્તાન પરત ફરવા માટે મંજૂરી મળી શકશે.એક સમાચાર પ્રમાણે સમાયરા પરિવાર પાકિસ્તાનની નાગરિકતા ધરાવતા અને કતારમાં રહેતો હતો. સુમાયરા અહીં એક ભારતીય પુરુષના સંપર્કમાં આવી હતી અને લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ પતિ સુમેરા ને વિઝા વગર જ ભારત લઈને આવ્યો હતો.ત્યાર બાદ સુમાયરાની ગેર-કાયદેસર રીતે ભારતમાં રહેવાને લીધે ધરપકડ કરી લેવામાં આવી હતી. સુમાયરાને ત્રણ વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. બે મહિના બાદ તેણે જેલમાં જ એક બાળકીને જન્મ આપ્યો હતો. પણ આવાં કપરા સમયે તેનો પતિ સમાયરા છોડી જતો રહ્યો હતો.સુમાયરાનું ભારતમાં કોઈ જ ન હતું કે જે તેને દંડની રકમ રૂપિયા એક લાખ ભરી તેને જેલમાંથી મુક્ત કરાવે, ત્યારે બેંગલુરુના લોકોએ સુમાયરા માટે રૂપિયા એક લાખ ભંડોળ એકત્ર કર્યું અને તેના દંડની રકમ ભરી આપી.