Connect Gujarat
દેશ

"કસ્ટોડિયલ ડેથ" મામલે વર્ષ 2020-21માં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે, મહારાષ્ટ્ર બીજા સ્થાને...

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સમગ્ર દેશમાં કસ્ટોડિયલ ડેથ અંગેના આંકડા જાહેર કર્યા હતા. વર્ષ 2020-21માં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ મામલે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે.

કસ્ટોડિયલ ડેથ મામલે વર્ષ 2020-21માં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે, મહારાષ્ટ્ર બીજા સ્થાને...
X

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સમગ્ર દેશમાં કસ્ટોડિયલ ડેથ અંગેના આંકડા જાહેર કર્યા હતા. વર્ષ 2020-21માં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ મામલે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં સૌથી વધુ 17 આરોપીના પોલીસ કસ્ટડીમાં મોત થયાં છે, એ પછી બીજા ક્રમે મહારાષ્ટ્રમાં 13 આરોપીના પોલીસ કસ્ટડીમાં મોત થયા છે. વર્ષ 2020-21માં દેશભરમાં કુલ 100 આરોપીનું મોત થયા છે.

સરકારના રિપોર્ટમાં કહેવાયું છે કે, ગુજરાતના પોલીસ કસ્ટડીમાં મોતના 7 કિસ્સામાં નેશનલ હ્યુમન રાઈટ કમિશને જે તે મૃતકના પરિવારને સહાય પૂરી પાડવા ભલામણ કરી છે, જેની રકમ 24 લાખ થવા જાય છે. કેલેન્ડર વર્ષ 2018-19ના અરસામાં ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં 13, એ પછીના વર્ષ 2019-20માં 12 આરોપીના મોત થયા હતા, જ્યારે 2020-21માં પોલીસ કસ્ટડીમાં મોતનો આંકડો વધીને 17 થયો છે. ઉપરાંત મહારાષ્ટ્રમાં 13 આરોપીના મોત થયા છે. ઉત્તર પ્રદેશ, પિૃમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં 8-8 આરોપીના પોલીસ કસ્ટડીમાં મોત થયા છે. એ જ રીતે ઝારખંડ અને કર્ણાટકમાં પોલીસ કસ્ટડીમાં 5-5, ઓડિસામાં ચાર આરોપીના મોત થયા છે. આંધ્રપ્રદેશમાં 3, બિહારમાં 3, અરુણાચલ પ્રદેશમાં 1, આસામમાં 1, હરિયાણામાં 3, જમ્મુ અને કાશ્મીરમાં 2, કેરળમાં 1, મેઘાલયમાં 2, પંજાબમાં 2, રાજસ્થાનમાં 3, તામિલનાડુમાં 2, દિલ્હીમાં 4, છત્તીસગઢમાં 3, ઉત્તરાખંડમાં 1 અને તેલંગાણામાં કસ્ટડીમાં એક આરોપીનું મોત થયું છે. દેશભરમાં વર્ષ 2018-19માં પોલીસ કસ્ટડીમાં 136, વર્ષ 2019-20માં 112 અને વર્ષ 2020-21ના સમયગાળામાં 100 આરોપીના પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયા હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે.

Next Story