Connect Gujarat
દેશ

ઈન્ટરનેટ સેન્સેશન કિલી પોલ પર પાંચ લોકોએ છરી વડે હુમલો કર્યો, લાકડીઓથી પણ માર માર્યો

સોશિયલ મીડિયા પર ફેમસ કિલી પોલ અવારનવાર પોતાના વીડિયોને લઈને ચર્ચામાં રહે છે

ઈન્ટરનેટ સેન્સેશન કિલી પોલ પર પાંચ લોકોએ છરી વડે હુમલો કર્યો, લાકડીઓથી પણ માર માર્યો
X

સોશિયલ મીડિયા પર ફેમસ કિલી પોલ અવારનવાર પોતાના વીડિયોને લઈને ચર્ચામાં રહે છે. બોલિવૂડના ગીતો અને પ્રખ્યાત ભારતીય ફિલ્મોના ડાયલોગ્સ પર બનેલા પોતાના વીડિયોમાં હેડલાઇન્સ બનાવનાર કિલીપોલ ફરી ચર્ચામાં છે. જો કે આ વખતે ચર્ચાનો વિષય તેનો વીડિયો નથી પરંતુ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી છે.

વાસ્તવમાં, કિલીએ તાજેતરમાં સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે થોડા દિવસો પહેલા તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ વિશે માહિતી આપતાં કિલી પોલે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરતાં લખ્યું કે, મારા પર 5 લોકોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન, પોતાનો બચાવ કરતી વખતે, મને મારા હાથના અંગૂઠામાં છરી વડે ઈજા થઈ હતી. ઈજાને કારણે મને 5 ટાંકા પણ આવ્યા છે. તેઓએ મને લાકડીઓથી પણ માર માર્યો હતો. બાદમાં મેં તેમાંથી બે પર હુમલો કર્યો અને તે બધા ભાગી ગયા. તેણે આગળ લખ્યું, હું આ દરમિયાન ઘાયલ થયો છું, મારા માટે પ્રાર્થના કરો. તે ખૂબ જ ભયાનક પણ હતું. જોકે, કિલી પોલની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. તેને સામાન્ય ઈજાઓ થઈ છે. જોકે, તેણે હાલમાં જ પોતાનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, જેમાં તે પહેલાની જેમ જ સુંદર દેખાઈ રહ્યો છે.

Next Story