Connect Gujarat
દેશ

ISROએ આદિત્ય L-1ને લઈને આપ્યા ગુડ ન્યૂઝ, ચંદ્રયાન-3 બાદ હવે સૂર્ય મિશનને મળી મોટી સફળતા...

ISROએ આદિત્ય L-1ને લઈને આપ્યા ગુડ ન્યૂઝ, ચંદ્રયાન-3 બાદ હવે સૂર્ય મિશનને મળી મોટી સફળતા...
X

ચંદ્રયાન-3 મિશનમાં મળેલી સફળતા બાદ ISROએ શનિવારે ભારતના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય-L1 વિશે સારા સમાચાર આપ્યા છે. સ્પેસ એજન્સીએ કહ્યું છે કે, હવે તેનું અવકાશયાન સફળતાપૂર્વક પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રમાંથી બહાર નીકળી ગયું છે. અત્યાર સુધી આદિત્ય-L1 પૃથ્વીથી 9.2 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે. રાષ્ટ્રીય અવકાશ એજન્સીએ 'X' પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આદિત્ય-L1 એ પૃથ્વીથી 9.2 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે. તે હવે સન-અર્થ લેગ્રેન્જ પોઈન્ટ-1(L1) તરફ આગળ વધી રહ્યું છે. આ બીજી વખત છે જ્યારે ISRO પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રની બહાર અવકાશયાન મોકલી શક્યું છે.

પ્રથમ વખત માર્સ ઓર્બિટર મિશનમાં મોકલવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ISROએ આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે, આદિત્ય-L1 સૌર મિશન અવકાશયાન એ ડેટા એકત્રિત કરવાનું શરૂ કર્યું છે જે વૈજ્ઞાનિકોને પૃથ્વીની આસપાસના કણોના વર્તનનું વિશ્લેષણ કરવામાં મદદ કરશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, L1ની આસપાસ એકત્રિત કરવામાં આવેલ ડેટા એનિસોટ્રોપી, સૌર પવનની ઉત્પત્તિ અને અવકાશના હવામાનની ઘટનાની સમજ આપશે. નોંધનીય છે કે, 2 સપ્ટેમ્બરના રોજ ISRO દ્વારા PSLV-C57 રોકેટ દ્વારા આદિત્ય-L1નું પ્રક્ષેપણ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.

Next Story